AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું મનપાનું બુલડોઝર, અસારવા-ચમનપુરામાં 576 ગેરકાયદે મકાનો તોડી પડાયા

Ahmedabad: ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું મનપાનું બુલડોઝર, અસારવા-ચમનપુરામાં 576 ગેરકાયદે મકાનો તોડી પડાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 7:28 AM
Share

અમદાવાદમાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું મનપાનું બુલડોઝર. અસારવા-ચમનપુરામાં પતરાવાળીની ચાલીમાં 576 ગેરકાયદે મકાનો તોડી પડાયા છે. એસ્ટેટ ખાતાની ટીમે બે જેસીબી અને પોલીસના 6 ગાડીઓના કાફલા સાથે આ કાર્યવાહી કરી હતી.

Ahmedabad: અમદાવાદમાં ગેરકાયદે દબાણો (Illegal construction) પર ફરી વળ્યું મનપાનું બુલડોઝર. અસારવા-ચમનપુરામાં પતરાવાળીની ચાલીમાં 576 ગેરકાયદે મકાનો તોડી પડાયા છે. એસ્ટેટ ખાતાની ટીમે બે જેસીબી અને પોલીસના 6 ગાડીઓના કાફલા સાથે આ કાર્યવાહી કરી હતી. જો કે ચોમાસાના સમયમાં બેઘર બનેલા લોકોએ ગંભીર આક્ષેપ કર્યા છે. તેમનું કહેવું છે કે, કોઈપણ જાણ કર્યા વિના જ તેમના ઘર તોડી પાડવામાં આવ્યા છે. સ્થાનિકોમાં ભારે રોષ છે. તેમણે માગ કરી છે કે દિવાળી સુધીનો સમય આપવામાં આવે.

રાજ્યના 10,000થી વધુ ડોકટર જશે હડતાળ ઉપર

સરકાર  દ્વારા આઇસીયુ અંગે લેવામાં આવેલા નિર્ણયના વિરોધમાં સરકારના એકપક્ષીય નિર્દેશોનો વિરોધ કરવા માટે એલોપેથિક ડોક્ટરોએ હડતાળ પાડવાનો નિર્ણય લીધો છે તારીખ 22/07/2022 ના રોજ રાજ્યના આશરે 10, 000 થી વધુ એલોપેથિક ડોકટરોએ ઓપીડી સહિત ઈમર્જન્સી સેવાઓ માટે હડતાલ જાહેર કરી છે. આ દિવસે ઈમરજન્સી ધરાવતા દર્દીઓને નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવશે. નોંધનીય છે કે AMC દ્વારા હોસ્પિટલોને ICU અને ગ્લાસ પાર્ટીશન બાબતે નોટિસ આપવામાં આવી છે.

એએમસી દ્વારા આઈસીયુના લોકેશન તેમજ ગ્લાસ ફસાડ અંગેની હાઈકોર્ટની સુચના બાદ અમદાવાદની હોસ્પિટલોને આપેલી નોટિસ બાબતે અમદાવાદ હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમ્સ એસોસિએશન (આહના) દ્વારા જણાવવામાં આવ્યું કે આઈસીયુ ફરજીયાતપણે ગ્રાઉન્ડ ફ્લોર પર જ હોવું જોઈએ તે સૂચન વૈજ્ઞાનિક તથ્યોથી સંપૂર્ણપણે વિરુદ્ધ દિશામાં છે.  તેમણે આ બાબતે રીસર્ચ રીપોર્ટ પણ આપ્યા છે. આહનાના પ્રતિનીધીઓએ જણાવ્યું કે મેડીકલ જરૂરીયાતને અને સાયન્સને ઉપરોક્ત સુચનામાં સંપૂર્ણપણે અવગણવામાં આવેલ છે.  દેશ-વિદેશની હોસ્પિટલમાં આગ કેમ લાગે છે તેનું પૃથક્કરણ કરવામાં આવેલ નથી.

g clip-path="url(#clip0_868_265)">