Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: બુલેટ ટ્રેન માટે સુભાષબ્રિજ પાસે અન્ય એક બ્રિજ બનશે, કોર્પોરેશન દ્વારા કામગીરીનો પ્રારંભ

Ahmedabad: બુલેટ ટ્રેન માટે સુભાષબ્રિજ પાસે અન્ય એક બ્રિજ બનશે, કોર્પોરેશન દ્વારા કામગીરીનો પ્રારંભ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 7:38 AM

હાલ નદીમાં ડંમ્પર દ્વારા માટી ઠાલવી કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે ત્યારે ટૂંક જ સમયમાં આ બ્રિજનો પ્રોજેક્ટ જોરશોરથી શરૂ કરી દેવામાં આવશે.

અમદાવાદ (Ahmedabad)ના સુભાષબ્રિજ (Subhash Bridge) પાસે અન્ય એક બ્રિજ બનાવવામાં આવશે. અમદાવાદ- મુંબઈ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન (Ahmedabad- Mumbai High Speed Bullet Train) માટે બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. જેમાં સુભાષબ્રિજ ખાતે આવેલા રેલવે બ્રિજની નીચે આ બ્રિજ બનાવવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુભાષબ્રિજ વિસ્તારમાં વધુ એક બ્રિજ બનાવવામાં આવશે. સુભાષબ્રિજ ખાતે બુલેટ ટ્રેન માટે અન્ય એક બ્રિજ બનાવવાની કામગીરી કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. સુભાષબ્રિજ રિવરફ્રન્ટ પાસે જે રેલવે બ્રિજ બનાવવામાં આવ્યો છે, તેની નીચે આ બ્રિજ બનાવવમાં આવશે. હાલ નદીમાં ડંપર દ્વારા માટી ઠાલવી કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે ત્યારે ટૂંક જ સમયમાં આ બ્રિજનો પ્રોજેક્ટ જોરશોરથી શરૂ કરી દેવામાં આવશે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અત્યાર સુધી 14 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો

જ્યારે હાલમાં નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ પેકેજ ટી- 2 હેઠળ વડોદરાથી  મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પર આવેલા ઝરોલી ગામના 237 કિલોમીટરના ટ્રેક સંબંધિત કામોની ડિઝાઇન, સપ્લાય અને બાંધકામ માટે એમઓયુ કરવામાં આવ્યા છે. હાલમાં જ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સુરતના વક્તાણા ખાતે ચાલી રહેલા હાઇસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અત્યાર સુધી 14 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

અમદાવાદથી મુંબઇને જોડતી બુલેટ ટ્રેનના રૂટમાં 8 જિલ્લાને આવરી લેવાશે

ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં બુલેટ ટ્રેન માટે કોરિડોર નિર્માણનું કામ પ્રગતિમાં છે. જે પૈકી નવસારી અને વલસાડ જિલ્લામાં એલિવેટેડ કોરિડોર માટે થાંભલાનું બાંધકામ, સુરત સ્ટેશન અને સાબરમતી ટર્મિનલ હબનું નિર્માણ તેમજ નર્મદા અને મહી નદી પર બ્રીજનું બાંધકામ સામેલ છે. ગુજરાત રાજ્ય જમીન અને બાંધકામમાં 72 હજાર કરોડનું રોકાણ કરશે.મહત્વનું છે કે અમદાવાદથી મુંબઇને જોડતી બુલેટ ટ્રેનના રૂટમાં 8 જિલ્લાને આવરી લેવાશે.ત્યારે રેલ રાજ્યપ્રધાન દર્શના જરદોશે નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તેની સમયમર્યાદામાં પૂર્ણ કરાશે.

દર મહિને 50 પીલર બનાવવાની કામગીરી હાથ ધરાશે

તમને જણાવી દઈએ કે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે. થોડા દિવસો પહેલા જ કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ આ નિવેદન આપ્યું હતું. દાદરાનગર હવેલીની મુલાકાતે આવેલા રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ વાત જણાવી હતી. અમદાવાદ અને મુંબઈ વચ્ચે 508 કિલોમીટર લાંબી બુલેટ ટ્રેન લાઈન બનવા જઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં પણ બાંધકામની કામગીરી શરૂ થઈ ગઈ છે. રે લવે મંત્રીએ માહિતી આપતા જણાવ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, પ્રોજેક્ટ માટે દર મહિને 50 પીલર બનાવવાની કામગીરી હાથ ધરાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો  ડ્રીમ પ્રોજેક્ટ

દેશની પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન ગુજરાતના અમદાવાદથી મુંબઇ વચ્ચે દોડનાર છે જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ હોવાનું માનવામાં આવે છે નવસારી જિલ્લામાં રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે ગર્ડર મુકવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું છે અને ઓગસ્ટ  2022   સુધીમાં ટ્રાયલ રન થઇ શકે એ ઝડપે કામગીરી શરૂ કરવામાં આવી છે ગુજરાત અને મહારાષ્ટ્ર બાદ અન્ય રાજ્યોમાં પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધારવા કેન્દ્ર સરકાર આયોજનમાં જોતરાયું છે.

આ પણ વાંચો-

સાબરમતી નદીમાં પ્રદૂષણ ફેલાવનારા એકમો સામે હાઈકોર્ટની લાલ આંખ, ઔદ્યોગિક એકમોના જોડાણો ફરી શરુ ન કરવા આદેશ

આ પણ વાંચો-

ગુજરાતના ખેડૂતોને ખાતરનો પૂરતો જથ્થો મળી રહે તે માટે કૃષિ મંત્રીની રસાયણ મંત્રીને રજૂઆત

g clip-path="url(#clip0_868_265)">