સાબરમતી નદીમાં પ્રદૂષણ ફેલાવનારા એકમો સામે હાઈકોર્ટની લાલ આંખ, ઔદ્યોગિક એકમોના જોડાણો ફરી શરુ ન કરવા આદેશ
અમદાવાદના અલગ-અલગ 11 જેટલા એકમોએ કોર્પોરેશનના કનેક્શન કાપવાની કામગીરી સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી.જે તમામ અરજીઓને જસ્ટિસ જે.બી. પારડીવાલાએ અને જસ્ટિસ વૈભવી નાણાંવટીની ખંડપીઠે ફગાવી દીધી છે.
અમદાવાદ (Ahmedabad)ની સાબરમતી નદી (Sabarmati river)માં પ્રદૂષણ ફેલાવનારા ઔદ્યૌગિક એકમો સામે હાઈકોર્ટે (Gujarat High Court)લાલ આંખ કરી છે. સાબરમતી નદી પ્રદૂષણ મામલે હાઇકોર્ટે 99 પેજનો આદેશ કર્યો છે. જે મુજબ નિયમોનું પાલન નહીં થાય તો કોર્પોરેશન અને GPCBએ કાપેલા ઔદ્યોગિક એકમોના જોડાણો ફરી શરૂ કરવામાં નહીં આવે. જ્યાં સુધી ઈટીપીનું ડિસ્ચાર્જ યોગ્ય ધારાધોરણો પ્રમાણેનું કરવામાં નહીં આવે ત્યાં સુધી કોર્પોરેશનના કનેક્શન કપાયેલા રહેશે.
અમદાવાદના અલગ-અલગ 11 જેટલા એકમોએ કોર્પોરેશનના કનેક્શન કાપવાની કામગીરી સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી.જે તમામ અરજીઓને જસ્ટિસ જે.બી. પારડીવાલાએ અને જસ્ટિસ વૈભવી નાણાંવટીની ખંડપીઠે ફગાવી દીધી છે. જેથી સાબરમતી નદીમાં પ્રદૂષણ ફેલાવનાર ઔદ્યોગિક એકમો હાલ પૂરતા બંધ જ રહેશે. આ સાથે હાઈકોર્ટે આદેશ કર્યો છે કે નવી મેગા પાઇપલાઇનના પ્રશ્નનું નિરાકરણ આવે ત્યાં સુધી કોર્પોરેશન અને GPCBએ કાપેલા જોડાણો યથાવત રહેશે.
નદીમાં ડિસ્ચાર્જ યોગ્ય ધારાધોરણ મુજબ નહીં થાય ત્યાં સુધી કનેક્શન કપાયેલા રહેશે. પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યના ભોગે ઇન્ડસ્ટ્રીઝ ચલાવવાની મંજૂરી આપી શકાય નહીં તેવું કોર્ટે અવલોકન કર્યું છે. વચગાળાની રાહત સાથે એકમો શરૂ કરવાની અરજી પણ ફગાવી દેવામાં આવી છે.
આ પહેલા પણ સાબરમતી નદીમાં પ્રદૂષણ ફેલાવાનારા એકમો સામે હાઇકોર્ટે અનેક વાર કડક આદેશ આપેલા છે. આમ છતા ઔદ્યોગિક એકમો દ્વારા પ્રદૂષણને લઇને કોઇ ખાસ તકેદારી રુપ પગલા ન ભરાતા હોવાથી હાઇકોર્ટે હવે નિયમોનું પાલન ન થાય તો કોર્પોરેશન અને GPCBએ કાપેલા ઔદ્યોગિક એકમોના જોડાણોને ફરી શરુ ન કરવાનો આદેશ કર્યો છે.
આ પણ વાંચો-
ગુજરાતના ખેડૂતોને ખાતરનો પૂરતો જથ્થો મળી રહે તે માટે કૃષિ મંત્રીની રસાયણ મંત્રીને રજૂઆત
આ પણ વાંચો-