Ahmedabad : શહેરના બોપલ-ઘુમા વિસ્તારમાં જુલાઇ માસ સુધીમાં નર્મદાના નીર મળશે
અમદાવાદ કોર્પોરેશનમાં નવા સમાયેલા વિસ્તાર બોપલ ઘુમા ઔડામાં હોવાના લીધે પીવાના પાણીની કોઇ યોગ્ય વ્યવસ્થા ન હતી. જો કે તેનો કૉર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવતા આ વિસ્તારમાં ધીરે ધીરે પ્રાથમિક સુવિધાના કામો શરૂ કરવામાં આવ્યા છે
અમદાવાદ(Ahmedabad)મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં નવા વિસ્તાર તરીકે સમાવિષ્ટ થયેલા બોપલ(Bopal)વિસ્તારના નાગરિકોને જૂન-જુલાઈ સુધીમાં નર્મદાનું પાણી(Narmada Water)મળશે. ઘુમા વિસ્તારમાં નર્મદા નદીનું પાણી પહોંચાડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. બોપલ વિસ્તારમાં નર્મદાની પાઈપલાઈન નાખવાનું કામ પૂર્ણ થવાના આરે છે. જેમાં 10થી 15 ટકા જેટલું કામ બાકી છે. બે-ચાર મહિનામાં આ કામગીરી પૂર્ણ થતા બોપલ વાસીઓને ટૂંક સમયમાં નર્મદાનું પાણી મળશે. હવે પાઇપલાઇનની ધોવાણની કામગીરી કરવામાં આવી રહી છે જે પૂર્ણ થતાની સાથે જ બોપલ વિસ્તારમાં રહેતા આશરે 60 હજારથી વધુ નાગરિકોને નર્મદાનું પાણી મળશે.
આ સાથે વોટર એન્ડ સુએજ કમિટીમાં બોપલ-ઘુમા વિસ્તારમાં સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ લાઈન અપગ્રેડેશનના કામને પણ મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશનમાં નવા સમાયેલા વિસ્તાર બોપલ ઘુમા ઔડામાં હોવાના લીધે પીવાના પાણીની કોઇ યોગ્ય વ્યવસ્થા ન હતી. જો કે તેનો કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવતા આ વિસ્તારમાં ધીરે ધીરે પ્રાથમિક સુવિધાના કામો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં નોન વોટર ઝોનના રહેલા વિસ્તારોને પણ વોટર ઝોનમાં સમાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના નવા પશ્ચિમ ઝોન વિસ્તારમાં આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Vadodara ના સૌથી લાંબા બ્રિજની કામગીરીને લાગ્યું ગ્રહણ, કામ ઝડપથી પૂર્ણ કરવા લોકોની માંગ
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના કેસમાં તીવ્ર ઘટાડો, નવા 1883 કેસ, 14 લોકોના મૃત્યુ