Ahmedabad : પીરાણામાં ઇમામશાહ દરગાહ પાસે દિવાલ બનાવવાનો વિવાદ વકર્યો, પોલીસે બંદોબસ્ત ગોઠવાયો

પીરાણામાં આવેલ ઇમામશાહ બાવાની દરગાહ અને તેની પાસે ૐ શ્રી નિષ્કલંકી નારાયણ મંદિર આવેલુ છે. જેની વચ્ચે દીવાલ બનાવવા માટે મંદિર સંચાલકોએ મંજૂરી માંગી હતી. આજે સવારથી પોલીસ બંદોબસ્ત સાથે તારની વાળ માંથી પાકો કોટ બનાવવાની કામગીરી શરૂ કરાઈ.

Ahmedabad : પીરાણામાં ઇમામશાહ દરગાહ પાસે દિવાલ બનાવવાનો વિવાદ વકર્યો, પોલીસે બંદોબસ્ત ગોઠવાયો
Pirana Dargah Wall
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 11:30 PM

અમદાવાદના(Ahmedabad)નજીક ના પીરાણા(Pirana) ગામમાં ઇમામશાહ બાવાની દરગાહ અને મંદિર વચ્ચે પાકી દીવાલ (Compound Wall) બનાવવામાં આવતા સવારથી વિરોધનો માહોલ જોવા મળ્યો હતો. જોકે ટોળા એકઠા રહેતા બંદોબસ્ત સાથે કરવામાં આવતી કામગીરી દરમિયાન માહોલ ન બગડે તે માટે પોલીસે વિરોધ કરેલા લોકોની અટકાયત કરી  મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો. મળતી માહિતી પ્રમાણે પીરાણામાં આવેલ ઇમામશાહ બાવાની દરગાહ અને તેની પાસે ૐ શ્રી નિષ્કલંકી નારાયણ મંદિર આવેલુ છે. જેની વચ્ચે દીવાલ બનાવવા માટે મંદિર સંચાલકોએ મંજૂરી માંગી હતી. જે મંજૂરી કલેકટર દવારા આપવામાં આવતા આજે સવારથી પોલીસ બંદોબસ્ત સાથે તારની વાળ માંથી પાકો કોટ બનાવવાની કામગીરી શરૂ કરાઈ.

જે કામગીરી શરૂ થતાં કેટલાક લોકોએ તેનો વિરોધ નોંધાવ્યો. વિરોધ કરી રહેલા લોકોનો આક્ષેપ હતો કે મંજૂરી વગર દીવાલ બનાવાઈ રહી છે.તેમજ દીવાલ બનતા રસ્તો બંધ થઈ જતા દર્શન કરવામાં હલકી પડી શકે છે  જેથી વિરોધ કરી રહેલા લોકોએ રેલી કાઢી કલેકટર ઓફીસ રજુઆત કરવા પણ નીકળ્યા. જોકે વિરોધ કરી રહેલા લોકો રિંગ રોડ પહોંચે તે પહેલાં પોલીસે તેઓની અટકાયત કરી લીધી જેથી માહોલ ન બગડે.

તેમજ મંદિરના ટ્રસ્ટીના જણાવ્યા પ્રમાણે સમગ્ર કામગીરી મંજૂરી લઈને કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું. જે ઘટનામાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા તેમજ ગ્યાસુદીન શેખે અટકાયત કરેલા લોકોની મુલાકાત લઈને મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો. તેમજ માહોલ વધુ ન બગડે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રખાયો. સાથે એ પણ વિગત ચર્ચાઈ રહી છે કે મંદિર અને દરગાહ એક જ સંસ્થામાં આવે છે જેમાં 11 સભ્યો કમિટીમાં છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જેમાં બહુમતી સાથે આ કામ ની મંજૂરી માંગતા મંજૂરી મળતા કામગીરી શરૂ કરાઇ. જ્યારે અન્યને વિરોધ હોવાથી તેઓએ ટોળા એકઠા કરી અને ગામ હિજરત કરવાની ધમકી આપી વિરોધ નોંધાવ્યો હોવાની પણ ચર્ચા છે. જોકે પોલીસ હાલમાં સમગ્ર મામલે મધ્યસ્થી બનવાનો પ્રયાસ કરી આગળ વધી રહી છે. જેમાં પોલીસે કોટ માં 5 ફૂટ જગ્યા છોડાવી કામગીરી શરૂ કરાવતા મામલો સામાન્ય થાળે પડ્યો હોવાની પણ માહિતી મળી રહી છે.

આ પણ  વાંચો : Bharuch : કોરોના સંક્રમિતોનો સંખ્યામાં ઘટાડાઓ જોકે વૃદ્ધ દર્દીઓ માટે ત્રીજી લહેર બની રહી છે ચિંતાનો વિષય

આ પણ  વાંચો : બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ભરશિયાળે ઉનાળાના જેવી સ્થિતિ, પીવાના પાણી માટે મહિલાઓને પડાપડી કરવી પડે છે

g clip-path="url(#clip0_868_265)">