કૃષિપ્રધાન રાઘવજીએ કહ્યું સરકારે અતિવૃષ્ટિની સહાયમાં વધારો કર્યો, હવે ખેડૂતોને નુકસાન સામે સરકાર વળતર આપશે

કૃષિ અંગે થયેલા નુકસાન અંગે તેમણે કહ્યું કે ખેતીમાં નુકસાન થયું છે અને પાકનું ધોવાણ થયું છે. આ નુકસાન સામે વળતર આપવાની બાબત મુખ્યપ્રધાનની વિચારણા હેઠળ છે અને આગામી સમયમાં જલ્દી જ નિર્ણય લેવામાં આવશે.

GANDHINAGAR : રાજ્યમાં વાવાઝોડા અને અતિવૃષ્ટિ સામે વળતર અંગે કૃષિપ્રધાન રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું કે રાજ્ય સરકારો પોતાની જરૂરીયાત મૂજબ માંગણી કરતી હોય છે અને કેન્દ્ર સરકાર ફંડ આપતી હોય છે. તેમણે કહ્યું ગુજરાતના વાવાઝોડાની વાત છે ત્યારે કેન્દ્રએ ગુજરાતને પુરતી સહાય આપી છે. તેમણે કહ્યું કે ફંડ અંગે જો કોઈ વાત કરતુ હોય તો એ વાત સત્યથી વેગળી છે.

રાજ્યમાં જામનગર સહીતના અતિવૃષ્ટિ પ્રભાવિત વિસ્તારોમાં સહાયના વધારા અંગે પણ તેમણે નિવેદન આપ્યું. આ અંગે તેમણે કહ્યું કે પશુઓના મૃત્યુમાં અગાઉ 30 હજારની સહાય અપાતી હતી, જે વધારીને 50 હજાર કરવામાં આવી છે. ત્રણ પશુઓની મર્યાદામાં સહાય ચુકવાતી હતી, જેને વધારીને 5 પશુઓ માટે સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો. ઘેટા-બકરાના મૃત્યુ સામે 3 હજારની સહાય વધારી 5 હજાર કરવામાં આવી છે. કાચા મકાનો અને પાકા મકાનોના નુકસાન સામે વળતર બમણું આપવામાં આવશે.

કૃષિ અંગે થયેલા નુકસાન અંગે તેમણે કહ્યું કે ખેતીમાં નુકસાન થયું છે અને પાકનું ધોવાણ થયું છે. આ નુકસાન સામે વળતર આપવાની બાબત મુખ્યપ્રધાનની વિચારણા હેઠળ છે અને આગામી સમયમાં જલ્દી જ નિર્ણય લેવામાં આવશે.

આ વર્ષે ટેકાના ભાવે ખરીદી ઓછી થઇ એ અંગેનું કારણ આપતા કૃષિપ્રધાન રાઘવજી પટેલે કહ્યું કે ખુલ્લા બજારમાં ટેકાના ભાવ કરતા વધુ ભાવ ખેડૂતોને મળતા હોવાથી તેમણે પોતાનો પાક ખુલ્લા બજારમાં વેચ્યો છે.

આ પણ વાંચો : આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું વિપક્ષ કોરોનાના નામે રાજકારણ કરી રહ્યો છે

Click on your DTH Provider to Add TV9 Gujarati