વિસાવદરની પેટાચૂંટણી બાદ, જૂનાગઢ ભાજપમાં જૂથબંધી વકરી ! સહકારી નેતાઓ સામસામે!
ગુજરાતમાં તાજેતરમાં વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજાઈ હતી. વિસાવદરમાં સહકારી નેતા કિરીટ પટેલ ભાજપની ટિકિટ ઉપર પેટાચૂંટણી લડીને હારી જતા, સહકારી નેતાઓમાં જૂથબંધી વકરી છે. સાવજ ડેરીના અધ્યક્ષે, નામ લીધા વિના જ જવાહર ચાવડા ઉપર આક્ષેપોનો મારો ચલાવ્યો હતો.
જૂનાગઢ જિલ્લામાં વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં એપીએમસીના નેતા કિરીટ પટેલ હારી ગયા બાદ, સહકારી નેતાઓમાં જૂથબંધી વકરી હોય તેવુ ચિત્ર ઉપસી આવ્યું છે. જૂનાગઢમાં સાવજ ડેરી સંઘ અને જિલ્લા સહકારી બેંકના ઉપક્રમે વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાર્ષિક સામાન્ય સભામાં, સાવજ ડેરીના ચેરમેને, નામ લીધા વિના જ જવાહર ચાવડા વિરુદ્ધ શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા હતા.
દિનેશ ખાટારીયાએ કહ્યું કે, જૂનાગઢની અમુક સંસ્થાની અંદર પથ્થર મળવો પણ મુશ્કેલ છે. એમનું કહેવું હતું કે સહકારી સંસ્થાનું કોઈ બાંધકામ જ નથી થયું. માત્ર કાગળ પર હોવાનુ કહેવાય છે. ખેડૂતો પાસેથી ઉધરાવેલ સેસના રૂપિયાનો પણ હિસાબ નથી આપવામાં આવતો. સેસના રૂપિયા કયા વપરાયા તેનો હિસાબ ખેડૂતોને આપો.
તેમણે કહ્યું કે, મિત્રો તમે બીજી સંસ્થામાં હિસાબ માંગો તો ખ્યાલ આવશે. સહકારી સંસ્થામાં કોઈને ઈશારો કરવામા આવે છે. કોઈના ખભા પર બંદુર રાખીને કારતુસ ફોડવામાં આવે છે. હુ ભાજપને વફાદર છુ. બધાએ સમજવાની જરૂર છે. આક્ષેપ કરનાર લોકોને મારી ચેલેન્જ છે તમે ક્યાં છો એ તો જુવો. તમારે જ્યાં જવું છે ત્યાં જોડાયા જાવ હવે નવી પાર્ટી શંકરસિંહ વાઘેલાની પણ આવી છે, તેમાં જોડાઈ જાવ.
