શાળા પ્રવેશોત્સવ શરૂ કર્યા બાદ પણ ગુજરાતમાં 6.17 લાખ બાળકોએ છોડી દીધો અભ્યાસ, ડ્રોપ આઉટ રેશિયો વધ્યો

શાળા પ્રવેશોત્સવ બાદ પણ ડ્રોપઆઉટ રેશિયો આશ્રયજનક છે, રાજ્યના 6.17 લાખ બાળકોએ અભ્યાસ શરૂ કર્યા બાદ છોડી દીધો છે, ધોરણ 9 અને 10માં 23%થી વધુ ડ્રોપઆઉટ રેશીયો છે

Narendra Rathod
| Edited By: | Updated on: Nov 09, 2024 | 2:28 PM

શાળા પ્રવેશોત્સવ બાદ પણ ડ્રોપઆઉટ રેશિયો આશ્રયજનક છે, રાજ્યના 6.17 લાખ બાળકોએ અભ્યાસ શરૂ કર્યા બાદ છોડી દીધો છે, ધોરણ 9 અને 10માં 23%થી વધુ ડ્રોપઆઉટ રેશીયો છે.રાજ્યના 7.58 લાખથી વધુ બાળકો સંપર્કવિહોણા અને ડ્રોપઆઉટ થયા છે. ડ્રોપઆઉટના ચોંકાવનારા આંકડા બાદ શિક્ષણ વિભાગનો તમામ DEOને પરિપત્ર આપવામાં આવ્યો છે.

જે બાળકો શાળાએ નથી આવતા અને અનટ્રેસ છે એમને શોધવાની સૂચના અપાઈ છે અને 31 નવેમ્બર સુધીમાં શાળાએ ન આવતા બાળકોને ટ્રેસ કરવાની સૂચના આપવામાં આવી છે.

ડ્રોપઆઉટ રેશિયોના ચોંકાવનારા આંકડા અંગે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે કહ્યું કે તમામ બાળકો ધોરણ 12 સુધી અભ્યાસ કરે તે જવાબદારી સરકારની છે, સાથે જ પ્રાથમિક શાળામાં ચાલતા ભૂતિયા નામ અને વાલીઓની જિલ્લા ફેરબદલી પણ ડ્રોપઆઉટ રેશિયો વધવાના કારણો છે.

તો આ તરફ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આ અંગે સરકારને આડેહાથ લીધી છે, તેમણે કહ્યું કે 21 પ્રવેશોત્સવ અને કરોડોના ખર્ચ તમામ વ્યર્થ ગયા છે. સાથે જ શિક્ષણનો વ્યાપ વધ્યો હોવાના દાવા પણ ખોટા સાબિત થયા છે, સરકારે વિદ્યા સમીક્ષાના અધિકારીઓની જવાબદારી સ્પષ્ટ કરવી જોઈએ.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">