ખેડૂતો બાદ હવે રાજ્યના શિક્ષકો આંદોલનના માર્ગે, 20 જૂન સુધી તમામ જિલ્લાઓમાં આપશે આવેદનપત્ર – જુઓ Video

ખેડૂતો બાદ હવે રાજ્યના શિક્ષકો આંદોલનના માર્ગે, 20 જૂન સુધી તમામ જિલ્લાઓમાં આપશે આવેદનપત્ર – જુઓ Video

| Updated on: Jun 16, 2026 | 9:25 PM

રાજ્યમાં ખેડૂતો બાદ હવે શિક્ષકો પણ આંદોલનના માર્ગે છે. વર્ષ 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ અપાવવા માટે શિક્ષક સંઘ દ્વારા આવતીકાલથી 20 જૂન સુધી તમામ જિલ્લાઓમાં ધરણાં અને આવેદનપત્ર આપીને વિરોધ કરવામાં આવશે.

ખેડૂતોના વિરોધ પ્રદર્શન બાદ હવે શિક્ષકો પણ પોતાના પડતર પ્રશ્નોને લઈને આંદોલનના માર્ગે વળ્યા છે. વર્ષ 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને ટેટ (TET – Teacher Eligibility Test) પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે તેવી મુખ્ય માંગણી સાથે શિક્ષકો દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવી રહ્યું છે.

પોતાની આ માંગણીને બુલંદ કરવા માટે શિક્ષક સંઘ દ્વારા આવતીકાલથી જ રાજ્યભરમાં ધરણાં પ્રદર્શન અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ આંદોલન અંતર્ગત આગામી 20 જૂન સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં શિક્ષકો દ્વારા યોજવામાં આવશે અને કલેક્ટર કે સબંધિત અધિકારીઓને આવેદનપત્ર સોંપીને વિરોધ નોંધાવવામાં આવશે.

મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટે અગાઉ એક આદેશ દ્વારા તમામ શિક્ષકો માટે TET પરીક્ષા પાસ કરવી ફરજિયાત બનાવી દીધી છે. હવે આની સામે વર્ષ 2010 પહેલાંના શિક્ષકો વિરોધ નોંધાવી રહ્યા છે અને આ નિયમમાંથી મુક્તિ માંગી રહ્યા છે.

શિક્ષક સંઘનો દાવો છે કે, વર્ષ 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકોને TETની પરીક્ષામાંથી મુક્તિ આપવી જોઈએ. જો અનુભવી શિક્ષકોને પણ પરીક્ષામાંથી મુક્તિ નહીં મળે તો આંદોલન થશે.

આચાર્યના પુત્રએ ‘સંસ્કાર’ ભૂલીને કર્યું ‘કાળું કામ’, હોસ્ટેલમાં જ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતાં મચ્યો ખળભળાટ – જુઓ Video

Follow Us