Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વીર નર્મદ નર્મદ યુનિવર્સિટી બની કૌભાંડોની યુનિવર્સિટી, પરિણામમાં વિસંગતતા બાદ હવે બોગસ પ્રવેશનું કૌભાંડ આવ્યુ સામે- જુઓ Video

વીર નર્મદ નર્મદ યુનિવર્સિટી બની કૌભાંડોની યુનિવર્સિટી, પરિણામમાં વિસંગતતા બાદ હવે બોગસ પ્રવેશનું કૌભાંડ આવ્યુ સામે- જુઓ Video

Baldev Suthar
| Edited By: | Updated on: Jul 09, 2024 | 4:03 PM

વીર નર્મદ યુનિવર્સિટીમાં મોટાપાયે બોગસ પ્રવેશ આપવાનુ કૌભાંડ ચાલતુ હોવાનો પૂર્વ સેનેટ સભ્યએ આરોપ લગાવ્યો છે. મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને BCA, BBA, MBA, B.Scમાં બોગસ પ્રવેશ અપાયાનો આરોપ પૂર્વ સિન્ડીકેટ મેમ્બરે લગાવ્યો છે.

હંમેશા વિવાદોમાં રહેતી  સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ફરી એકવાર વિવાદમાં આવી છે. વીર નર્મદ યુનિવર્સિટીમાં મોટાપાયે બોગસ પ્રવેશ આપવાનુ કૌભાંડ ચાલતુ હોવાનો પૂર્વ સેનેટ સભ્યએ આરોપ લગાવ્યો છે. મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને BCA, BBA, MBA, B.Scમાં બોગસ પ્રવેશ અપાયાનો આરોપ પૂર્વ સિન્ડીકેટ મેમ્બરે લગાવ્યો છે અને તાત્કાલિક તેના પર રોક લગાવવાની માગ કરી છે.

રાજ્યમાં પેપર લીક થવા, બોગસ સર્ટી બનાવવા જેવી અનેક ઘટનાઓ બની રહી છે. ત્યારે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)ના પુર્વ સેનેટ સભ્યએ શહેરમાં બોગસ સ્ટડી સેન્ટરોમાં મોટા પ્રમાણમાં બોગસ પ્રવેશ થતો હોવાનો આરોપ લગાવ્યો છે. પુર્વ સેનેટ ભાવેશ રબારી B.C.A., B.B.A., M.B.A., B.Sc. ITના કોર્સ અને પરીક્ષા સહિત સર્ટિફિકેટમાં કૌભાંડ ચાલતું હોવાનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થીઓને બસમાં ભરી ગાંધીનગર લઈ જઈ ખાનગી યુનિવર્સિટીમાં પરીક્ષા આપી SSIC થકી વિદ્યાર્થીઓને પાસ કરાવી ડિગ્રી આપવાનું કૌભાંડ ચાલતું હોવાની રાજ્યપાલ અને VNSGUના કુલપતિને ફરિયાદ કરી છે.

ઉલ્લેખનીય છે કે VNSGUના કુલપતિને ફરિયાદ કરતા સમગ્ર મામલે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. VNSGUના કુલપતિએ દાવો કર્યો છે કે તપાસ સમિતિ જે રિપોર્ટ આપશે ત્યાર બાદ કાર્યવાહી કરવામાં આવશે.

આ અગાઉ યુનિવર્સિટી માસ્ટર ઓફ આર્ટ્સ ઈકોનોમિક્સની એક્સટર્નલ પરીક્ષાના પરિણામને કારણે વિવાદમાં આવી છે. જ્યારે MAની ઈકોનોમિક્સ એક્સટર્નલ પરીક્ષા આપનાર 141 વિદ્યાર્થીઓમાંથી માત્ર 1 વિદ્યાર્થી જ પાસ થયો હતો, જ્યારે બાકીના 140 વિદ્યાર્થીઓને નાપાસ થયા છે.

માત્ર એક વિદ્યાર્થી પાસ થતા યુનિવર્સિટી સામે સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે પરિણામાં વિસંગતતા મુદ્દે હવે યુનિવર્સિટી સામે સવાલ ઉઠી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">