વિદેશી ક્રિકેટરે ફૂટપાથ પર સૂતા લોકોની દિવાળી સુધારી, 500-500ની નોટ ચૂપચાપ મૂકી
દિવાળીના તહેવારોમાં ભેટ મળે તો ખુશીઓનો પાર રહેતો હોતો નથી. આવી જ રીતે અમદાવાદમાં ફુટપાથ પર સુતેલા ગરીબોની દિવાળીને એક વિદેશી ક્રિકેટરે સુધારી દીધી છે. અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં વહેલી પરોઢે ક્રિકેટર એક કારમાં પહોંચ્યો હતો અને જ્યાં સુઈ રહેલા લોકોની પાસે 500-500 રુપિયાની નોટની ભેટ મુકી હતી.
ગરીબોને માટે 500 રુપિયાની કડકડતી નોટ ખૂબ જ મહામૂલી ગણાય છે. આ નોટ તેમના ચહેરા પર ખુશીઓ ભરી દે છે અને પરિવાર આખાયને માટે એક નોટ ખુશીઓનુ કારણ બની જતી હોય છે. એ નોટની જેટલી આવક રળવા માટે ખૂબ પરસેવો દિવસભર વહાવવા છતાં માંડ તેની નજીક પહોંચી શકાય છે. અમદાવાદમાં વહેલી પરોઢે અફઘાનિસ્તાના ક્રિકેટરે 500-500 રુપિયાની ભેટ ફૂટપાથ પર સુઈ રહેલા લોકોને વહેંચી હતી.
આ પણ વાંચોઃ હિંમતનગરને રાજ્ય સરકારે દિવાળીની મોટી ભેટ આપી, અદ્યતન શહેર બનાવવા હુડા લાગુ કરાશે
અફઘાન ક્રિકેટર રહમાનુલ્લાહ ગુરબાઝે અમદાવાદના કેટલાક ગરીબ પરિવારની દિવાળી સુધારી દીધી છે. રાત્રીના દરમિયાન થલતેજના દૂરદર્શન ટાવર વિસ્તારમાં એક કારમાં આવીને ત્યાં ફુટપાથ પર સુઈ રહેલા લોકોને 500 રુપિયાની નોટ તેમની પાસે મુકી દે છે. એક મહિલાને તેની સામે જુએ છે તો, તેના હાથમાં પણ 500ની નોટ મુકતા જ તે ખુશ થઈ ઉઠે છે. અફઘાન ક્રિકેટરની આ દિલ જીતનારી પળને RJ લવ શાહે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી છે. જે વીડિયો હવે ખૂબ વાયરલ થવા લાગ્યો છે.
