અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજનો GCASથી પ્રવેશ આપવાનો ઇનકાર, NSUIનો ઉગ્ર વિરોધ
GCAS અને કોલેજ પ્રશાસન વચ્ચેના વિવાદમાં 3 હજારથી વધુ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કોલેજે GCASની પ્રક્રિયાને ક્ષતિભરેલી અને ધીમી ગણાવી પોતાની વેબસાઇટ પરથી એડમિશન કરવા અડગ વલણ અપનાવ્યું છે.
અમદાવાદની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને સરકારી એડમિશન પોર્ટલ GCAS વચ્ચે પ્રવેશ પ્રક્રિયાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. સેન્ટ ઝેવિયર્સે GCAS પોર્ટલ દ્વારા એડમિશન આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે અને પોતાની જ સત્તાવાર વેબસાઇટ પરથી પ્રવેશ પ્રક્રિયા ચલાવવા માટે અડગ વલણ અપનાવ્યું છે. કોલેજ પ્રશાસનનો દાવો છે કે GCASની પ્રક્રિયા અત્યંત ધીમી અને ક્ષતિભરેલી છે. ગત વર્ષે ઓગસ્ટ સુધી 30 રાઉન્ડ પ્રક્રિયા ચાલી હતી, જ્યારે કોલેજ તે સમયે પરીક્ષાઓ લેતી હોય છે.
આ ગૂંચવણના કારણે સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો છે, જેના લીધે એડમિશન પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે. આ લડાઈમાં વિદ્યાર્થીઓ પીસાતા હોવાનો આક્ષેપ કરીને NSUI દ્વારા કોલેજ કેમ્પસમાં ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. NSUIના જણાવ્યા મુજબ, 3 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ફી ભરીને રજિસ્ટ્રેશન કરાવ્યું છે. વિદ્યાર્થીઓના હિતમાં GCAS અને કોલેજ સત્તાધીશો વહેલી તકે આ ગૂંચવણ દૂર કરે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતીય પર મોટો ઉપકાર! કૃષિ અને ઔદ્યોગિક સાધનો પર ટેરિફ ઘટાડીને 15 ટકા કર્યું