સુરતમાં જાહેરમાં થૂંકનારા પર થશે કાર્યવાહી, કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી કરાશે મોનિટરિંગ
જાહેરમાં થૂંકનારા સુધરી જજો કારણ કે જાહેરમાં થૂંક્યા તો હવે કાર્યવાહી થશે. સુરત કોર્પોરેશન કડક કાર્યવાહી કરવાના મૂડમાં આવ્યું છે. કોર્પોરેશને આ માટે કંટ્રોલ રૂમ પણ બનાવ્યો છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી આ સમગ્ર મોનિટરિંગ કરાશે. જાહેરમાં થૂંકતા દેખાશે તો ઇ-મેમો મોકલાશે. જેમાં 250થી લઇ 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.
સુરતમાં જાહેરમાં થૂંકનારાઓ હવે સુધરી જજો. નહીં સુરત કોર્પોરેશન તમને સુધારશે. કારણ કે, જાહેર રસ્તા પર થૂંકીને શહેરને ગંદુ કરનારા તત્વો પર કોર્પોરેશન કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે. કોર્પોરેશને આ માટે કંટ્રોલ રૂમ બનાવ્યો છે. આ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી મોનિટરિંગ કરવામાં આવશે.
જે કોઇ વ્યક્તિ જાહેરમાં થૂંકતા દેખાશે તો તેમને ઇ-મેમો મોકલવામાં આવશે અને તેની પાસેથી 250થી લઇ 500 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે. જો કે, વ્યક્તિ પહેલીવાર પકડાશે તો 250 રૂપિયાનો દંડ ફટકારાશે અને ત્યારબાદ પણ તે નહીં સુધરે તો દંડની રકમમાં વધારો થશે.
આ આપણ વાંચો : બેંક કર્મચારીઓ ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન 13 દિવસ હડતાળ પર રહેશે, જાણો તમારા શહેરમાં ક્યારે બેંક બંધ રહેશે
એટલું જ નહિં એક જ વ્યક્તિ ત્રણ વાર થૂંકતા પકડાશે તો મ્યુનિસિપલ કોર્ટમાં તેની સામે કેસ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે.. મહત્વનું છે કે, સુરતને સ્વચ્છતામાં નંબર-1 પર લાવવા માટે તંત્રએ કમરકસી લીધી છે.