પંચમહાલઃ ગરીબોનું અનાજ સગેવગે કરનારા સામે કાર્યવાહી, 11 દુકાનદારોના પરવાના રદ કરાયા
13 દુકાનદારોના પરવાના 90 દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. તેમજ ખૂબ જ ગંભીર ગેરરીતિ આચરનાર 8 શખ્સોને કાળાબજારી અટકાવવાના કાયદા હેઠળ જેલહવાલે કરવા કલેકટરને દરખાસ્ત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ ગરીબીનું અનાજ સગેવગે કરવાની ઘટનાઓ સામે આવી હતી. જે બાદ જિલ્લા પુરવઠા વિભાગે કાર્યવાહી કરી છે.
પંચમહાલમાં ગરીબીનું અનાજ સગેવગે કરનારાની હવે ખેર નથી. જિલ્લા પુરવઠા વિભાગે અનાજમાં ગેરરીતિ કરનારા સામે મોટી કાર્યવાહી કરી છે. સસ્તા અનાજની દુકાનોમાં તપાસ દરમિયાન ગેરરીતિ મળી આવી હતી. ગંભીર ગેરરીતિ આચરનાર 11 દુકાનદારોના પરવાના કાયમી માટે રદ કરાયા છે.
આ પણ વાંચો પંચમહાલ : પાક નુકસાની મુજબ ખેડૂતોને વળતર ચૂકવાશે, મંત્રી બચુ ખાબડનું નિવેદન
આ ઉપરાંત 13 દુકાનદારોના પરવાના 90 દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. તેમજ ખૂબ જ ગંભીર ગેરરીતિ આચરનાર 8 શખ્સોને કાળાબજારી અટકાવવાના કાયદા હેઠળ જેલહવાલે કરવા કલેકટરને દરખાસ્ત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ ગરીબીનું અનાજ સગેવગે કરવાની ઘટનાઓ સામે આવી હતી. જે બાદ જિલ્લા પુરવઠા વિભાગે કાર્યવાહી કરી છે.
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
