Surat : પોલીસથી બચવા તાપી નદીમાં કૂદયો આરોપી, ડ્રોનની મદદથી ટાપુ પરથી ઝડપી પડાયો, જુઓ Video
સુરત શહેરમાં થયેલી ઘરફોડ ચોરીની ઘટનામાં સંડોવાયેલા એક આરોપીની ધરપકડ સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી છે. પોલીસને સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે આરોપી, મુકેશ ઉર્ફે લાલુ નામનો વ્યક્તિ, અમરોલી વિસ્તારમાંથી સિંગણપુર રોડ કોઝવે પાસેથી પસાર થવાનો છે.
સુરત શહેરમાં થયેલી ઘરફોડ ચોરીની ઘટનામાં સંડોવાયેલા એક આરોપીની ધરપકડ સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી છે. પોલીસને સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે આરોપી, મુકેશ ઉર્ફે લાલુ નામનો વ્યક્તિ, અમરોલી વિસ્તારમાંથી સિંગણપુર રોડ કોઝવે પાસેથી પસાર થવાનો છે. આ માહિતીના આધારે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી આરોપીને પકડવાની કોશિશ હાથ ધરવામાં આવી હતી.
જ્યારે આરોપી બાઇક પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ, પોલીસને જોઈને આરોપી તાપી નદીમાં કૂદી પડ્યો. આરોપીને શોધવા માટે નદીમાં કેટલાક પોલીસ જવાનોએ પણ કૂદકો માર્યો હતો. આ ઉપરાંત, ફાયર બ્રિગેડને પણ બોલાવવામાં આવ્યા હતા.
આરોપીને શોધવા માટે, પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. તાપી નદીના વિવિધ ટાપુઓ અને ઝાડીઝાખરાઓમાં શોધખોળ કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ડ્રોન દ્વારા શોધખોળ કરવાથી આરોપી એક નાના ટાપુ પર છુપાયેલો હોવાનું સામે આવ્યું હતુ.
પોલીસે તરત જ બોટ દ્વારા ટાપુ પર પહોંચીને આરોપી મુકેશ ઉર્ફે લાલુની ધરપકડ કરી. આ ઘટનામાં ડ્રોન ટેકનોલોજીનો સફળ ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પોલીસ તંત્ર માટે એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે. હાલમાં આરોપી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.