Surendranagar : વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર MD ડ્રગ્સનું વેચાણ કરનારો આરોપી ઝડપાયો, જુઓ Video
સુરેન્દ્રનગરના વિરમગામ - ધ્રાંગધ્રા હાઈવે પર MD ડ્રગ્સનું વેચાણ કરનારો ઝડપાયો છે. બજાણા ગામ પાસે હોટેલ નજીક SOGની રેડમાં એક આરોપી ઝડપાયો છે. જ્યારે અન્ય એક આરોપી ફરાર થયો છે.
ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગરના વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર MD ડ્રગ્સનું વેચાણ કરનારો ઝડપાયો છે. બજાણા ગામ પાસે હોટેલ નજીક SOGની રેડમાં એક આરોપી ઝડપાયો છે. જ્યારે અન્ય એક આરોપી ફરાર થયો છે.
આરોપી વિરમગામથી MD ડ્રગ્સનું વેચાણ કરવા આવ્યો હોવાનો ખુલાસો થયો હતો. આરોપી પાસેથી 2.92 ગ્રામ MD ડ્રગ્સ સહિત 37 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અન્ય એક આરોપીને ઝડપવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ નજીકથી ઝડપાયો હતો ગાંજાનો જથ્થો
બીજી તરફ આ અગાઉ રાજકોટના ગવરીદડ નજીક ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો હતો. SOGએ જગદીશ બિશ્નોઈ નામના શખ્સને 9 કિલો ગાંજા સાથે ઝડપ્યો હતો. મૂળ રાજસ્થાનનો આરોપી હાલ મોરબીનો રહેવાસી હોવાનું સામે આવ્યુ હતુ. રાજકોટ ડિલિવરી કરે તે પહેલા જ SOGની ટીમે ઝડપ્યો હતો. શખ્સ ગાંજો ક્યાંથી લાવ્યો અને ક્યાં આપવા જતો હતો તે દિશા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
ગુજરાત સસ્તા અનાજ એસોસિએશન દ્વારા ફરી સરકાર સામે આંદોલનના મંડાણ
મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડાઃ રાહુલ ગાંધી
