સુરતના માંગરોળ નજીક સ્ટેટ હાઇવે પર અકસ્માત, બેફામ કાર ચાલકે બે બાઈક અને રીક્ષાને મારી ટક્કર
અકસ્માતમાં 4 જેટલા લોકોને ઇજાઓ પહોંચી છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતી. તો અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં હાલ કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
સુરતના માંગરોળના નવાપુરા નજીક સ્ટેટ હાઇવે પર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. બેફામ કાર ચાલકે બે બાઈક અને પેસેન્જર ભરેલ રીક્ષાને ટક્કર મારી હોવાની માહિતી મળી છે. એક બાઈક અને રીક્ષા પેસેન્જર સાથે ગટરમાં ખાબકી છે. તો અન્ય એક બાઈક રોડ પર પટકાઈ હતી.

Latest Videos