સુરતમાં ચોર ગેંગને વ્યસનની લત પડી મોંઘી, પેટ્રોલ ચોરી દરમ્યાન સળગાવી સિગારેટ અને બાદમાં જે થયું તે જોવા જેવુ

સુરતમાં બાઈક માંથી પેટ્રોલ ચોરી કરવા આવેલા ચોરો સાથે એક અજીબોગરીબ ઘટના બની છે. ત્રણ જેટલા યુવકો એક એપાર્ટમેન્ટમાં પાર્કિગમાં રાખેલા બાઈકો માંથી પેટ્રોલ ચોરી કરવા આવ્યા હતા, પરંતુ તેની સાથે એક એવી ઘટના બની કે તેઓએ પણ તાત્કાલિક ત્યાંથી નાસી જવું પડ્યું. એપાર્ટમેન્ટના રહીશો અને પોલીસને પણ વાતનો અંદાજો ન આવ્યો કે જે આ ઘટના બની છે.

સુરતમાં ચોર ગેંગને વ્યસનની લત પડી મોંઘી, પેટ્રોલ ચોરી દરમ્યાન સળગાવી સિગારેટ અને બાદમાં જે થયું તે જોવા જેવુ
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Nov 20, 2023 | 9:53 PM

સુરતના ઊંધના વિસ્તારમાં આવેલા અક્ષયકુંજ એપાર્ટમેન્ટમાં  13મી નવેમ્બરે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા 16 જેટલા વાહનો આગમાં ભડથું થઈ ગયા ફક્ત વાહનો જ નહીં પરંતુ પાર્કિંગમાં લાગેલા 20 જેટલા વીજ મીટર પણ બળીને ખાક થઈ ગયા.

જ્યારે એપાર્ટમેન્ટના રહીશો સવારે ઉઠ્યા ત્યારે સમગ્ર ઘટનાનો ખ્યાલ આવ્યો તો એવું લાગ્યું કે પાર્કિંગમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેના કારણે વાહનો અને મીટર આગમાં સળગી ગયા છે. જોકે સમગ્ર મામલે પોલીસને ખ્યાલ આવતા તેણે પણ તપાસ હાથ ધરી હતી.

પલીસે આસપાસના સીસીટીવી તપાસ્યા હતા. જેમાં મોડી રાતના અમુક લોકોની શંકાસ્પદ રીતે અવરજવર સામે આવતા પોલીસે મામલો ગંભીર ગણી વધુ તપાસ હાથ ધરતા ચોકાવનારી હકીકતો સામે આવી છે.

રોજ નરણા કોઠે ખાઓ સુગંધીદાર મસાલા, ઘણી બિમારીમાં મળશે રાહત
આજનું રાશિફળ તારીખ : 02-12-2023
વર્ષ 2023માં આ ખેલાડીઓએ જીત્યા સૌથી વધારે મેન ઓફ ધ મેચ, જુઓ લિસ્ટ
મૌની રોયે ડીપ નેક મિની ડ્રેસમાં આપ્યા કિલર પોઝ, જુઓ ફોટો
અમદાવાદના રિવરફ્રન્ટ પર જોવા મળ્યા કબડ્ડીના ધુરંધરો, જુઓ વીડિયો
બિગ બોસ 17 ધમાલ મચાવનારી ખાનઝાદી છે કોણ, જુઓ ફોટો

સીસીટીવીના આધારે પોલીસે તપાસ કરતાં સામે આવ્યું કે ઊંધના વિસ્તારમાં પેટ્રોલ ચોરી કરતી ટુકડી સક્રિય થઈ હતી અને આ ટુકડી દ્વારા અક્ષયકુંજ એપાર્ટમેન્ટમાં પણ રાત્રિના સમયે પેટ્રોલ ચોરી કરવા આવ્યા હતા. જોકે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રહેલા વાહનોમાંથી જ્યારે આ ગેંગ પેટ્રોલ ચોરી કરતી હતી તે દરમિયાન ગેંગના બે સભ્યોએ ત્યાં સિગારેટ પીધી હતી અને જેની સળગતી માચીસની દીવાસળી નીચે ફેંકી હતી.

જેથી નીચે પડેલા પેટ્રોલનાં ટીપાંમાં આ દીવાસળી પડતા આગ લાગી હતી. જે આગમાં 16 જેટલા વાહનો અને 20 જેટલી મીટર પેટીઓ સળગી ગઈ હતી જેને લઈને જ આ ત્રણેય પેટ્રોલ ચોર ત્યાંથી તાત્કાલિક નાસી છૂટ્યા હતા. જે મામલાની તપાસ કરતા પોલીસે આયુષ કુશવાહા, પૂર્વીશ પટેલ અને એક સગીર આરોપીની ધરપકડ કરી છે.

ત્રણેય આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ અગાઉ પણ પેટ્રોલ ચોરી અને મોબાઈલ ચોરીના ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે, જે મામલે તેઓ પોલીસ ચોપડે પણ ચડી ચૂક્યા છે.

આ પણ વાંચો : રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, હજુ વધશે પ્રમાણ, 5 દિવસ બાદ વરસાદની આગાહી

હાલ તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે કે આ પેટ્રોલ ચોર ગેંગમાં અન્ય કોઈ આરોપીઓ છે કે કેમ અથવા તો અન્ય કોઈપણ જગ્યાએ આ રીતે ચોરીના બનાવને અંજામ આપ્યો છે કે કેમ.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

અંબાજીની અદ્યતન RTO ચેકપોસ્ટ ખંડેરમાં ફેરવાઈ ગઈ, કરોડો ખર્ચ પાણીમાં
અંબાજીની અદ્યતન RTO ચેકપોસ્ટ ખંડેરમાં ફેરવાઈ ગઈ, કરોડો ખર્ચ પાણીમાં
બનાસકાંઠાઃ કચેરીઓમાં સોલાર રુફ ટોપ, અમીરગઢમાં વીજ બીલ ‘શૂન્ય’ થયા
બનાસકાંઠાઃ કચેરીઓમાં સોલાર રુફ ટોપ, અમીરગઢમાં વીજ બીલ ‘શૂન્ય’ થયા
ઉતરાયણ પહેલા રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગનો મહત્વનો આદેશ
ઉતરાયણ પહેલા રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગનો મહત્વનો આદેશ
નરોડા પાટિયા પાસે થયેલી લાખો રુપિયાની ચીલ ઝડપની ઘટના CCTVમાં કેદ
નરોડા પાટિયા પાસે થયેલી લાખો રુપિયાની ચીલ ઝડપની ઘટના CCTVમાં કેદ
સિરપકાંડમાં આરોગ્ય વિભાગે બે હોસ્પિટલને ફટકારી છે નોટિસ
સિરપકાંડમાં આરોગ્ય વિભાગે બે હોસ્પિટલને ફટકારી છે નોટિસ
બિલોદરાના સિરપકાંડનું વડોદરા કનેક્શન સામે આવ્યુ
બિલોદરાના સિરપકાંડનું વડોદરા કનેક્શન સામે આવ્યુ
અચાનક ઢોર સામે આવી જતા યુવક સ્કૂટર સાથે ફંગોળાયો
અચાનક ઢોર સામે આવી જતા યુવક સ્કૂટર સાથે ફંગોળાયો
જૂનાગઢમાં વધુ એક મંડળીએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું
જૂનાગઢમાં વધુ એક મંડળીએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું
સુરત : સરકારી આવાસ યોજનાનું ફોર્મ મેળવવા લાભાર્થીઓની લાંબી લાઈન લાગી
સુરત : સરકારી આવાસ યોજનાનું ફોર્મ મેળવવા લાભાર્થીઓની લાંબી લાઈન લાગી
ઉત્તરવહીમાં કામસૂત્ર ! સુરતમાં કોલેજના વિદ્યાર્થીઓએ હદ કરી નાખી
ઉત્તરવહીમાં કામસૂત્ર ! સુરતમાં કોલેજના વિદ્યાર્થીઓએ હદ કરી નાખી
g clip-path="url(#clip0_868_265)">