Gujarat Election 2022: બે દિવસમાં બે વાર ‘આપ’ના ઉમેદવાર અલ્પેશ કથિરીયાએ કાકા કુમાર કાનાણીને ખભે બેસાડવાની વાત ઉચ્ચારી, કાકા ભત્રીજા વચ્ચેની આશીર્વાદ આપ લેનો જુઓ Video

Gujarat assembly election 2022: મતદાન કરવા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. ક્યાંક ઢોલ નગારા સાથે લોકો પહોંચ્યા, તો ક્યાંક દિવ્યાંગો અને વૃદ્ધોમાં પણ મત આપવાનો ઉત્સાહ જોવા મળ્યો. જો કે સુરતના વરાછામાં મતદાન મથકે અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં એક ઉમેદવાર બીજા ઉમેદવારના આશીર્વાદ લેતા જોવા મળ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2022 | 3:26 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થઇ રહ્યુ છે. પ્રથમ તબક્કામાં કુલ 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. વિવિધ સ્થળે લોકશાહીના અલગ અલગ રંગ જોવા મળ્યા. ક્યાંક સાધુ સંતોએ મતદાન કર્યુ, તો ક્યાંક વરરાજા અને વધુ મત આપવા પહોંચ્યા હતા. ક્યાંક ઢોલ નગારા સાથે લોકો પહોંચ્યા, તો ક્યાંક દિવ્યાંગો અને વૃદ્ધોમાં પણ મત આપવાનો ઉત્સાહ જોવા મળ્યો. જો કે સુરતના વરાછામાં મતદાન મથકે અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં એક ઉમેદવાર બીજા ઉમેદવારના આશીર્વાદ લેતા જોવા મળ્યા

સુરતની વરાછા વિધાનસભા બેઠક પર આખા ગુજરાતની નજર છે ત્યારે વરાછા બેઠક પરથી અનોખા દ્રશ્યો સામે આવ્યા હતા. AAPના ઉમેદવાર અલ્પેશ કથિરીયા અને ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી મતદાન મથકે ભેગા થઈ ગયા હતા. અલ્પેશ કથિરીયાએ કુમાર કાનાણીના આશીર્વાદ લીધા હતા. તો બીજી તરફ કુમાર કાનાણીએ પણ શુભેચ્છા પાઠવી હતી. અલ્પેશ કથિરીયાએ કુમાર કાનાણીના આશીર્વાદ લીધા બાદ મતદાન કર્યું હતું. અલ્પેશ કથિરીયાએ જણાવ્યું કે, જો કાકા જીતશે તો ખભા પર બેસાડીને ઉજવણી કરીશ. સુરતની વરાછા બેઠક પર ભાજપે કુમાર કાનાણીને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ અલ્પેશ કથિરીયાને મેદાનમાં ઉતાર્યા છે. બંને કાકા-ભત્રિજા છે. ત્યારે હવે સુરતની વરાછા બેઠક પર રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે.

મહત્વનું છે કે પ્રથમ તબક્કામાં કુલ 1,24,33,362 પુરૂષ અને 1,15,43,308 મહિલા મતદારો છે. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 788 ઉમેદવારો છે. કુલ 788 ઉમેદવારોમાંથી 70 મહિલા અને 718 પુરૂષ ઉમેદવારોનો સમાવેશ છે. પ્રથમ તબક્કામાં કુલ 339 અપક્ષ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. ત્યારે કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને ઉમેદવારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">