AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદના નરોડામાં આવેલ લાલાભાઈ સેવ ઉસળની ચટણીમાંથી નીકળ્યો વંદો, જુઓ વીડિયો

અમદાવાદના નરોડામાં આવેલ લાલાભાઈ સેવ ઉસળની ચટણીમાંથી નીકળ્યો વંદો, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2024 | 4:41 PM
Share

બહારના ખોરાકમાં કોઈ અખાદ્ય વસ્તુ જણાય તો તેઓ અમદાવાદ મહાનગરપાલિકાના કંટ્રોલ રુમના નંબર 155303 ઉપર ફોન કરીને ધોરણસરની ફરિયાદ નોંધાવી શકે છે. આવી ફરિયાદ કરવાથી સંબધિત ખાધ્ય સામગ્રી બનાવનાર અને વેચનાર સામે ધોરણસરની કાર્યવાહી અમદાવાદ મહાનગરપાલિકા હાથ ધરતું હોય છે. 

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ લાલાભાઈ સેવ ઉસળની ચટણીમાંથી વંદો નીકળતા ગ્રાહક હેબતાઈ ઉઠ્યો હતો. નરોડા વિસ્તારમાં આવેલ લાલાભાઇ સેવઉસળમાં એક ગ્રાહકો જરૂરી ઓર્ડર આપ્યો હતો. જેની સાથે આવેલ ચટણીમાંથી મરેલો વંદો નીકળતા ગ્રાહકે ધ્યાન દોર્યું હતું. આ અંગે ગ્રાહકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી હતી. અમદાવાદ મહાનગરપાલિકાના તંત્રે, જુગલ એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહી હાથ ધરીને 5 હજારનો દંડ ફટકાર્યો હતો.

અમદાવાદમાં રોજબરોજ લોકો બહારનું ખાવાનુ ખાઈ રહ્યાં છે. બહારના ખોરાકમાં કોઈ અખાદ્ય વસ્તુ જણાય તો તેઓ અમદાવાદ મહાનગરપાલિકાના કંટ્રોલ રુમના નંબર 155303 ઉપર ફોન કરીને ધોરણસરની ફરિયાદ નોંધાવી શકે છે. આવી ફરિયાદ કરવાથી સંબધિત ખાધ્ય સામગ્રી બનાવનાર અને વેચનાર સામે ધોરણસરની કાર્યવાહી અમદાવાદ મહાનગરપાલિકા હાથ ધરતું હોય છે.

 

 

g clip-path="url(#clip0_868_265)">