Vadodara : સિક્કિમમાં ફસાયેલા ગુજરાતી પરિવારના 9 સભ્યના રેસ્ક્યુનો Video આવ્યો સામે, બાગડોગરા થઈને આવશે વડોદરા
સિક્કીમ રાજ્યના મંગન જિલ્લામાં ભારે વરસાદ અને ભુસ્ખલન થવાથી લાચુંગ ગામમાં દેશના ઘણા પ્રવાસીઓ ફસાયેલા હતા. વડોદરાના 9 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. જેનો વીડિયો સામે આવ્યો છે.
સિક્કીમ રાજ્યના મંગન જિલ્લામાં ભારે વરસાદ અને ભુસ્ખલન થવાથી લાચુંગ ગામમાં દેશના ઘણા પ્રવાસીઓ ફસાયેલા હતા. આ પ્રવાસીઓમાં ગુજરાતના વડોદરાનો એક પરિવાર પણ ફસાયો હતો. જેમનું આજે રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. વાદળ ફાટતા થયેલા ભૂસ્ખલનને કારણે વડોદરાના ફસાયેલા 9 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. જો કે પ્રાપ્ત થતી માહિતી અનુસાર 5 દિવસથી વડોદરાનો રાણા પરિવાર સંપર્ક વિહોણો હતો. રેસક્યુ કરાયેલા પરિવારના 9 સભ્ય ગંગટોક જવા રવાના થયા છે. રાણા પરિવાર બાગડોગરા થઈને વડોદરા આવશે.
ગુજરાતના 30 પ્રવાસી ફસાયા હતા
સિક્કીમમાં વાદળ ફાટવાથી ઘણા પ્રવાસીઓ ફસાયા હતા. જેમાં ગુજરાતના આશરે 30 જેટલા પ્રવાસી લાચુંગ ગામે ફસાયા હતા. ગુજરાતી પ્રવાસીઓની સલામતી તથા પરિસ્થિતિ અંગે મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા સિક્કીમ રાજયના વહીવટી તંત્ર સાથે સંકલન કરી માહિતી મેળવી હતી.

Tv9 ના અહેવાલ બાદ તંત્ર હરક્તમાં, RTO સર્વિસ રોડ પરના ખાડા બુરાયા

Breaking News: અમદાવાદમાં ત્રણ દિવસ પાણી કાપ, 3 ઝોનના 17 વોર્ડમાં કાપ

જામનગરની જીજી હોસ્પિટલે આડેધડ ફેંકી દીધો બાયોમેડિકલ વેસ્ટ- જુઓ Video

ગીરના જંગલમાં વરસાદનો આનંદ માણતી સિંહણ જોવા મળી, જુઓ video
