Breaking News : અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ, વડોદરા અને રાજકોટની પણ અનેક ફ્લાઇટો રદ થતા અટવાયા મુસાફરો,જુઓ Video
ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા ગુજરાતના વિવિધ એરપોર્ટ પર ફ્લાઇટ્સ રદ થવાને કારણે મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા અનેક પ્રવાસીઓને મુશ્કેલી પડી હતી અને ફ્લાઇટ અંગે યોગ્ય માહિતી ન મળતા હોવાના આક્ષેપો પણ ઉઠ્યા હતા.
ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા ગુજરાતના વિવિધ એરપોર્ટ પર ફ્લાઇટ્સ રદ થવાને કારણે મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા અનેક પ્રવાસીઓને મુશ્કેલી પડી હતી અને ફ્લાઇટ અંગે યોગ્ય માહિતી ન મળતા હોવાના આક્ષેપો પણ ઉઠ્યા હતા. મળતી માહિતી અનુસાર અમદાવાદ એરપોર્ટ પર આજે 86 ફ્લાઈટ રદ થઈ છે. અમદાવાદમાં આવતી 50 અને અમદાવાદથી જતી 36 ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. એરપોર્ટ પહોંચેલા પ્રવાસીઓ ફ્લાઈટ કેન્સલ થતાં મુશ્કેલીમાં મુકાયા હતા.
સુરત એરપોર્ટ પર સતત ત્રીજા દિવસે પણ ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આમાં બેંગલુરુ-સુરત, સુરત-ગોવા અને સુરત-પુણેની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. વડોદરા એરપોર્ટથી દિલ્હી, મુંબઈ, પુણે અને હૈદરાબાદ જતી ફ્લાઇટ્સ પણ કેન્સલ થઈ હતી. છેલ્લા 10 દિવસમાં વડોદરાથી કુલ 17 જેટલી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઓપરેટ થતી ઇન્ડિગોની ફ્લાઇટ્સ પણ રદ થઈ હતી. રાજકોટ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની કુલ આઠ ફ્લાઇટ્સ રદ થતા પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ તરફ સુરતમાં પણ ગોવા જતી ફ્લાઈટ રદ થઈ હતી. અને મુસાફરોને એરપોર્ટ પહોંચ્યા બાદ તેની જાણ થઈ હતી. કેટલાંક મુસાફરો નવસારીથી સુરત પહોંચ્યા હતા. ત્યારે તેમને ખબર પડી. તો ગોવામાં બુકિંગ થઈ ચુક્યું હોવાથી મુસાફરોની મુશ્કેલીઓ વધી છે.
