Rajkot : ધોરાજીમાં 24 કલાકમાં જ નવા રસ્તાની કપચી ઉખડી ! હલકી ગુણવત્તાની સામગ્રી વપરાયાનો આક્ષેપ, જુઓ Video
રાજકોટમાં ધોરાજી જામકંડોરણા જકાત નાકાથી તોરણીયા પાટિયા સુધી રસ્તાનું કામ થયું છે. પરંતુ આરોપ છે કે આ રસ્તાનાં કામમાં ભ્રષ્ટાચાર થયો છે. ધોરાજીમાં રુપિયા 8 કરોડના ખર્ચ બની રહેલા ડામરના રોડમાં હલકી ગુણવત્તાની સામગ્રી વપરાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
રાજકોટમાં ધોરાજી જામકંડોરણા જકાત નાકાથી તોરણીયા પાટિયા સુધી રસ્તાનું કામ થયું છે. પરંતુ આરોપ છે કે આ રસ્તાનાં કામમાં ભ્રષ્ટાચાર થયો છે. ધોરાજીમાં રુપિયા 8 કરોડના ખર્ચ બની રહેલા ડામરના રોડમાં હલકી ગુણવત્તાની સામગ્રી વપરાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ડામરના રસ્તામાં ડામરનો ઉપયોગ નહિવત થયાની ફરિયાદ છે. રસ્તાના નામે માત્ર ઝીણી કપચી પાથરી નંખાઈ છે. જેના કારણે ટુ વ્હિલર સ્લિપ થતા હોવાની ફરિયાદ નોંધાઈ છે.
24 કલાકમાં જ નવા રસ્તાની કપચી ઉખડી!
ધોરાજી જામકંડોરણા જકાત નાકાથી રસ્તા પર ટુ વ્હિલર સ્લિપ થવાની અનેક ફરિયાદો ઉઠી છે. કેટલાક લોકોને ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા હતા. સમગ્ર ઘટનાને પહલે શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાએ રસ્તાનાં કામમાં નબળી ગુણવત્તાની સામગ્રી વપરાઈ હોવાનો આરોપ લગાવ્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખે રસ્તાનો વીડિયો ઉતારી વાયરલ કર્યો છે. અધિકારીઓને ફરિયાદ કરાઈ તો તે પણ ફોન ન ઉપાડતા હોવાનો આરોપ લગાવ્યો છે.