Rain Update : છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં મેઘ મહેર, સૌથી વધુ તાપીમાં ખાબક્યો વરસાદ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ તાપીના કુકરમુંડામાં 3.1 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ વ્યારામાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ વલસાડમાં 2.4 ઈંચ વરસાદ વરસ્યો છે. બોડેલી અને નિઝરમાં 2.2 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સાગબારા અને વાપીમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની જણાવ્યા અનુસાર આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, ડાંગ , દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.