Breaking News : સુરતમાં 6 વર્ષની બાળકી પર 3 શ્વાને કર્યો હુમલો, ઈજાગ્રસ્ત બાળકીનું કરુણ મોત
ગુજરાતમાં દિવસે દિવસે શ્વાનનો આતંક વધી રહ્યો છે. ત્યારે બાળક ઘર બહાર રમતુ હોય કે મોટા ઉંમરના લોકો રસ્તા પરથી પસાર થતા હોય ત્યાર શ્વાને હુમલો કર્યોની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે.
ગુજરાતમાં દિવસે દિવસે શ્વાનનો આતંક વધી રહ્યો છે. ત્યારે બાળક ઘર બહાર રમતુ હોય કે મોટા ઉંમરના લોકો રસ્તા પરથી પસાર થતા હોય ત્યાર શ્વાને હુમલો કર્યોની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. જેમાં બાળકીનું મોત થયું છે.
સુરતમાં શ્વાનોના આંતકના કારણે એક બાળકીનું કરુણ મોત નિપજ્યું છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરત જિલ્લાના માંગરોળના કોસાડી ગામમાં રખડતા શ્વાને બાળકીનો ભોગ લીધો છે. 6 વર્ષની બાળકી પર 3 શ્વાને હુમલો કર્યો હતો. શ્વાનના હુમલામાં ઈજાગ્રસ્ત બાળકીનું મોત નિપજ્યું છે.
6 વર્ષની બાળકી બાળવાટિકામાં ગઈ ત્યારે ત્રણ જેટલા શ્વાને બાળકી પર હુમલો કર્યો હતો. શ્વાને બાળકીને બચકાં ભરી લોહીલુહાણ કરી દીધી હતી. બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.ઉલ્લેખનીય છે કે 20 દિવસ અગાઉ ઉમરપાડા તાલુકામાં શ્વાનના હુમલામાં મહિલાનું મોત થયું હતું.
ઉમરપાડામાં 15 શ્વાને મહિલા પર કર્યો હતો હુમલો
બીજી તરફ આ અગાઉ સુરતમાં શ્વાનોના આંતકના કારણે એક મહિલાનું કરુણ મોત નિપજ્યું હતું. સુરતના ઉમરપાડામાં 15 જેટલા શ્વાને મહિલાને ફાડી ખાધી હોવાની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર 40 વર્ષીય મહિલા પર 15 શ્વાને હુમલો કર્યો હતો. કુદરતી હાજતે ગયા વખતે શ્વાનોએ મહિલાને ઘેરી હતી. ત્યારબાદ શ્વાનોએ મહિલાને અસંખ્ય બચકાં ભરી લેતા મહિલાનું કરુણ મોત નિપજ્યું હતુ. પરિવારે શોધખોળ કર્યો બાદ મહિલાનો મૃતદેહ મળ્યો હતો.
