શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ, જુઓ વીડિયો
શેત્રુંજી ડેમના તમામ 59 દરવાજા 2 ફૂટ સુધી ખોલીને જેટલી માત્રામાં નવા નીરની આવક થઈ રહી છે એટલી જ માત્રામાં શેત્રુંજી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડવાને કારણે હેઠવાસના ગામને એલર્ટ કરાયા છે.
સૌરાષ્ટ્રમાં આ વર્ષે ચોમાસાની શરૂઆતની સાથે જ વ્યાપક વરસાદ વરસ્યો છે. ભાવનગરમાં સતત વરસેલા વરસાદથી શેત્રુંજી ડેમ છલકાયો છે. શેત્રુંજી ડેમના તમામ 59 દરવાજા 2 ફૂટ સુધી ખોલીને જેટલી માત્રામાં નવા નીરની આવક થઈ રહી છે એટલી જ માત્રામાં શેત્રુંજી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવતા 15,340 ક્યુસેક પાણીની આવક સામે 15340 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.
આ 17 ગામને કરાયા એલર્ટ
જિલ્લા વહીવટી તંત્રે, શેત્રુંજી ડેમમાંથી પાણી છોડવાને કારણે નીચાણવાળા વિસ્તારોને હાઈ એલર્ટ કરાયા છે. જેમા પાલીતાણા અને તળાજા તાલુકાના ગામનો સમાવેશ થાય છે. કુલ 17 ગામને હાઈ એલર્ટ કરાયા છે તેમાં પાલીતાણાના 5 અને તળાજા તાલુકાના 12 ગામ હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે.
પાલીતાણા તાલુકાના રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માયધાર મેઢા હાઈ એલર્ટ પર છે. જ્યારે તળાજાના ભેગાડી, દાત્રડ, પીંગળી, ટીમાણા, સેવાલિયા રોયલ માખણીયા તળાજા ગોરખી લીલીવાવ તરસરા સરતાનપર હાઈ એલર્ટ પર રખાયા છે.
ગુજરાતમાં 16 જૂન 2025થી નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ થયો છે. ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે રમઝટ બોલાવી છે. વરસાદને લગતા તમામ સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો.