સુરતમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકના મોત, પલસાણા- કડોદરા રોડ પરની રાજહંસ મીલમાં દુર્ઘટના

સુરતમાં ગૂંગળાઈ જવાથી 4 શ્રમિકના મોત થયા છે. ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકના મોત નીપજ્યા છે. પલસાણા- કડોદરા રોડ પરની રાજહંસ મીલમાં દુર્ઘટના ઘટી છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. ટાંકીમાંથી મૃતદેહ બહાર કાઢવા પ્રયાસો ફાયર દ્વારા હાથ ધરાયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2023 | 9:39 PM

સુરતમાં 4 શ્રમિકાના મોત નીપજ્યા છે. પલસાણા- કડોદરા રોડ પર આવેલી રાજહંસ મીલમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકના શ્વાસ રુંધાયા. ટાંકી સાફ કરતી વખતે ગૂંગળાઈ જવાથી 4 શ્રમિકોના મોત થયા છે. દુર્ઘટાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. એકસાથે 4 કામદારના મોતથી સન્નાટો છવાયો છે. કામદારોની સુરક્ષા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો : રાજ્ય પ્રધાન મુકેશ પટેલે બસના ડ્રાઈવર અને મુસાફરો સાથે દિવાળીના પર્વની કરી ઉજવણી

નવું વર્ષ આ કામદારો માટે માતમ સમાન સાબિત થયું છે. કારણ કે, ટાંકીમાં કામ કરવા ઉતરેલા આ શ્રમિકો માંથી 4 શ્રમિકોના મોત થયા છે. જોકે આ ઘટનામાં કઈ દિશામાં તપાસ કરાશે તે હવે જોવું રહ્યું. હાલ તો આ તમામ શ્રમિકોના પરિવારમાં માતમ છ્વાયો છે. કારણ કે, નવા વર્ષના દિને પોતાના સ્વજનો ગુમાવવા પડ્યા છે. દુર્ઘટના ઘટી કે તરત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. પરંતુ કામદારોનો જીવા બચાવી શકયો નહીં.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">