અમદાવાદમાં સરખેજમાં બની રહેલા કોમ્યુનિટીના કામમાં ગોટાળા બદલ ઇજનેર વિભાગના 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોમ્યુનિટી હોલના કામમાં ગેરરીતિ મામલે વિજિલન્સ તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ મનપા કમિશનર એમ. થેન્નારસએ 4 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.
ધવલ ગજ્જર, દિલાવર હઠીલા, ગ્રીષ્મા શાહ અને બિપીન ચાવડાનો સમાવેશ છે. હોલના બાંધકામમાં સિમેન્ટને જકડી રાખતી ડિઝાઈન મુજબ કામ થયું ન હતુ. વિજિલન્સ તપાસમાં સામે આવ્યું હતું કે સ્ટિલ, કોંક્રિટ સિવાય અન્ય વસ્તુઓનો ક્વોલીટી એસ્યોરન્સમાં સમાવેશ કરાયો નથી.
કમિશનરે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીને પણ બ્લેકલિસ્ટ કરી છે. બીજી તરફ કોન્ટ્રાક્ટરને પણ પેનલ્ટીની નોટિસ આપી રિકવરી કાઢવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.
આ કોમ્યુનિટી હોલ બનાવવા ડિઝાઇન કન્સલ્ટન્ટ તરીકે રૂપેશ મોદી, પીએમસી તરીકે ટેકનોમેન કન્સલ્ટન્ટ અને કોન્ટ્રાક્ટર તરીકે પી.દાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રૂ. 13.67 કરોડમાં કામ સોંપાયું હતું.અત્યારસુધી કોન્ટ્રાક્ટરને રૂ. 2.81 કરોડ, કન્સલ્ટન્ટને રૂ. 2.90 લાખ ચૂકવાયા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો