Rajkot : દિવાળી માતમમાં ફેરવાઈ ! વાહન અથડાવવા મુદ્દે થયું જૂથ અથડામણ, 2 સગા ભાઈ સહિત ત્રણના મોત, જુઓ Video
ગુજરાતમાં કેટલીક વાર જૂથ અથડામણની ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજકોટના નજીવી બાબતે જૂથ અથડામણમાં 3ના મોત નિપજ્યાં છે. બે સગા ભાઈઓ સહિત 3 લોકોના મોત નિપજ્યા છે.
ગુજરાતમાં કેટલીક વાર જૂથ અથડામણની ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજકોટના નજીવી બાબતે જૂથ અથડામણમાં 3ના મોત નિપજ્યાં છે. બે સગા ભાઈઓ સહિત 3 લોકોના મોત નિપજ્યા છે. મળતી માહિતી અનુસાર વાહન અથડાવવા મુદ્દે રકઝક બાદ સ્થિતિ વણસી હતી. ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલા સહિત ત્રણ લોકોને તાત્કાલિક ધોરણે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જૂથ અથડામણ બાદ ટોળા વાહનોમાં તોડફોડ કરી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીઓની તપાસ હાથ ધરી હતી.
વાહન અથડાવવા મુદ્દે થયું જૂથ અથડામણ
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં નજીવી બાબતે જૂથ અથડામણ થયું છે. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. રસ્તા પર વાહન અથડાવવા મુદ્દે રકઝક બાદ સમગ્ર મામલો વધારે બિચક્યો હતો. જેના કારણે સ્થિતિ વણસી હતી. જેમાં 2 સગા ભાઈઓ સહિત 3 લોકોના મોત નિપજ્યાં છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક ધોરણે પોલીસ સ્થળ પર પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. તેમજ પોલીસે ગુનો નોંધી આરોપીઓની તપાસ હાથ ધરી હતી.
