Surendranagar Video : અમિત શાહ અને CM ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 22 પાકિસ્તાની હિંદુઓેને આપવામાં આવશે ભારતની નાગરિક્તા
અમિત શાહની હાજરીમાં આજે 22 પાકિસ્તાની હિંદુઓને ભારતની નાગરિકતા મળવાની છે. પાકિસ્તાનથી સુરેન્દ્રનગર આવેલા લોકોને અમિત શાહ અને CM ભુપેન્દ્ર પટેલની હાજરીમાં નાગરિકતા આપવામાં આવશે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. અમિત શાહની હાજરીમાં આજે 22 પાકિસ્તાની હિંદુઓને ભારતની નાગરિકતા મળવાની છે. પાકિસ્તાનથી સુરેન્દ્રનગર આવેલા લોકોને અમિત શાહ અને CM ભુપેન્દ્ર પટેલની હાજરીમાં નાગરિકતા આપવામાં આવશે. આ તમામ લોકોને CAA અંતર્ગત ભારતીય નાગરિકતા આપવામાં આવશે. 28 વર્ષ પહેલા બોર્ડર પાર કરી આ તમામ લોકો ગુજરાત આવ્યા હતા. વર્તમાન સમયમાં સુરેન્દ્રનગરના મુળી તાલુકાના સડલા ગામે વસવાટ કરી રહ્યાં છે.
અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. અમિત શાહ આજે 1 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહર્ત કરવાના છે. થલતેજમાં ઓક્સિજન પાર્ક અને તળાવનું લોકાર્પણ કરવાના છે. તેમજ મકરબામાં નવનિર્મિત સ્વિમિંગ પુલનું ઉદ્ધાટન કરશે. તેમજ વેજલપુર વિધાનસભામાં જાહેરસભાનું સંબોધન કરવાના છે.
Latest Videos