PM મોદી અને UAEના પ્રેસિડેન્ટનો યોજાયો 22 કિલોમીટરનો લાંબો રોડ શો, લાખો લોકોની જનમેદની સ્વાગત માટે ઉમટી- વીડિયો

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના પ્રેસિડેન્ટનો 22 કિલોમીટરનો લાંબો રોડ શો યોજાયો. અમદાવાદ ઍરપોર્ટથી લઈને ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધીના આ રોડશો રૂટ પર વિવિધ સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા. તદઉપરાંત 14 રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરી એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Jignesh Patel
| Edited By: | Updated on: Jan 09, 2024 | 8:48 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના પ્રેસિડેન્ટનો મેગા રોડ શો યોજાયો. અમદાવાદ ઍરપોર્ટથી શરૂ કરીને મહાત્મા મંદિર સુધીનો લાંબો 22 કિલોમીટરનો મેગા રોડ શો યોજાયો હતો. આ સમગ્ર રોડ શો રૂટ પર લાખો લોકોની જનમેદની સ્વાગત માટે ઉમટી હતી. રોડની બંને સાઈડ લાખો લોકોનું અભિવાદન જીલતા જીલતા પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપમુખનો કાફલો રોડ શો રૂટ પર આગળ વધ્યો હતો.

7000 પોલીસકર્મીઓ સુરક્ષામાં તૈનાત

આ રોડ શો દરમિયાન કુલ 24 જગ્યાએ સ્વાગત સ્ટેજ બનાવવામાં આવ્યા છે. આ સ્વાગત સ્ટેજ સહિત લોકો રોડ શો રૂટ પર લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ, તેમજ 14 રાજ્યોની અલગ અલગ ઝાંખી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર સ્વાગત સત્કાર કરવામાં આવ્યુ. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, જમ્મુકાશ્મીર, તમિલનાડુ, કેરલાની પરંપરાગત સંસ્કૃતિઓની ઝાંખી દર્શાવતુ પ્રદર્શન રોડ શો રૂટ કરવામાં આવ્યુ હતુ. રોડ શોને પગલે સુરક્ષાનો પણ ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. અમદાવાદ ઍરપોર્ટથી લઈને મહાત્મા મંદિર સુધી 7000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

ભારત યુઈએના સંબંધો કેમ મહત્વપૂર્ણ ?

આપને જણાવી દઈએ યુએઈ સાથે ભારતના મજબુત વ્યાપારિક સંબંધો છે. બંને વચ્ચે વાર્ષિક 5 હજાર કરોડ ડોલર્સથી વધુનો વેપાર છે. વર્ષ 2022-23માં લગભગ 1 હજાર કરોડ ડોલરની નિકાસ કરવામાં આવી. યુએઈ મહારાષ્ટમાં 4400 કરોડ ડોલરની રિફાઈનરી લગાવી રહ્યુ છે. ઈન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઈકોનોમિક કોરિડોરમાં યુએઈ પાર્ટનર છે. ભારતને ક્રૂડ ઓઇલ સપ્લાય કરનાર UAE ત્રીજો સૌથી મોટો દેશ છે. ભારતની તેલની આયાતમાં UAEનો દસ ટકા હિસ્સો છે.

આ પણ વાંચો: Breaking News: UAEના પ્રેસિડેન્ટનું અમદાવાદ ઍરપોર્ટ પર આગમન, પીએમ મોદીએ કર્યુ ઉષ્માભેર સ્વાગત

અમદાવાદ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
g clip-path="url(#clip0_868_265)">