યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની ગીર સોમનાથના બે યુવાનોએ કરી મદદ, ભારત પરત ફરતા પહેલા સ્વયંસેવક બની પહોંચાડી સેવા
રશિયા અને યુક્રેન વચ્ચેની યુદ્ધની સ્થિતિમાં અનેક ભારતીય વિદ્યાર્થીઓને ભારત લાવવામાં આવ્યા છે. હજુ પણ ભારતીય વિદ્યાર્થીઓ પરત ફરી રહ્યા છે. જો કે બોર્ડર સુધી પહોંચવા માટે આ ભારતીય વિદ્યાર્થીઓેને અનેક હાલાકીનો સામનો કરવો પડે છે.
છેલ્લા 14 દિવસથી રશિયાની સેના યુક્રેનમાં (Russia-Ukraine crisis) તરખાટ મચાવી રહી છે. યુક્રેનમાં એક બાદ એક શહેર ખંડેર બની રહ્યા છે. 14 દિવસ બાદ પણ બંને દેશો યુદ્ધ (Russia-Ukraine war) રોકવા તૈયાર નથી. શાંતિ વાર્તા નિષ્ફળ જઇ રહી છે. આવી સ્થિતિ વચ્ચે ભારતના કેટલાક વિદ્યાર્થીઓ હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે. જો કે ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના બે યુવાનોએ સ્વયં સેવક બનીને અનેક લોકોની મદદ કરી છે.
રશિયા અને યુક્રેન વચ્ચેની યુદ્ધની સ્થિતિમાં અનેક ભારતીય વિદ્યાર્થીઓને ભારત લાવવામાં આવ્યા છે. હજુ પણ ભારતીય વિદ્યાર્થીઓ પરત ફરી રહ્યા છે. જો કે બોર્ડર સુધી પહોંચવા માટે આ ભારતીય વિદ્યાર્થીઓેને અનેક હાલાકીનો સામનો કરવો પડે છે. વિદ્યાર્થીઓને ભોજનથી લઇને આશ્રય સ્થાન સુધીની સુવિધા શોધવામાં મુશ્કેલી પડતી હોય છે. ત્યારે યુક્રેનથી પરત ફરતા ગીર સોમનાથના બે યુવાનોએ યુદ્ધગ્રસ્ત ક્ષેત્રમાં સ્વયંસેવકની સેવા આપીને સૌરાષ્ટ્રના ખમીરના દર્શન કરાવ્યા. ગીર સોમનાથના કુશ શાહ અને શુભમ ગદારોમાનિયા બોર્ડર ખાતે ભારતીય દૂતાવાસ સાથે રહીને સ્વયંસેવકની જેમ અન્ય શહેરોમાંથી આવતા વિદ્યાર્થીઓને સેવા આપી.
નાસ્તા પહોંચાડવાથી લઈને ફોર્મ તૈયાર કરવા અને યાદીઓ બનાવવા સુધીનું કાર્ય ભારતીય એમ્બેસી સાથે રહીને બન્ને યુવાઓએ કર્યું. જે પછી કુશ શાહ અને શુભમ ગદા પણ ભારત પરત ફર્યા છે. વતન પત ફરતા કુશ શાહ અને શુભમ ગદાએ ભારતીય એમ્બેસી અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો-
Ahmedabad: કોર્પોરેશનના વિવાદીત અધિકારીને ફરી ફરજ પર લેવાતા મહિલા કર્મચારીઓમાં રોષ, મેયર ઓફિસે પહોંચી વિરોધ નોંધાવ્યો
આ પણ વાંચો-