Bharuch : દારુની હેરાફેરીનો થયો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ, જુઓ Video
ગુજરાતમાં દારુ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે ભરૂચના પાનોલી પોલીસે બસમાં થતી દારુની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. લકઝરી બસમાં વિદેશી દારુની હેરાફેરી થતી હોવાનો ખુલાસો થયો છે
ગુજરાતમાં દારુ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે ભરૂચના પાનોલી પોલીસે બસમાં થતી દારુની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. લકઝરી બસમાં વિદેશી દારુની હેરાફેરી થતી હોવાનો ખુલાસો થયો છે. મુંબઈથી અમદાવાદ જઈ રહેલી બસમાંથી વિદેશી દારુનો જથ્થો ઝડપાયો છે. મળતી માહિતી અનુસાર 12.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 2 આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
દારુની હેરાફેરી કરતી 14 મહિલા ઝડપાઈ હતી
બીજી તરફ અમદાવાદમાંથી દારુની હેરફેર કરતી ગેંગને ઝડપાઈ હતી. દારુની હેરાફેરી કરતી 14 મહિલા ઝડપાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે 14 મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. મહિલાઓ રાજસ્થાનથી અમદાવાદ દારુની હેરાફેરી કરતી હોવાનું સામે આવ્યું હતું. ખાનગી બસમાં પેસેન્જર બની દારુની હેરાફેરી કરતી હતી. મહિલાઓ સામાનમાં ભરીને દારુનો જથ્થો ઝડપાયો હતો. કુલ 99,400ની કિંમતની દારૂની 899 બોટલ જપ્ત કરવામાં આવી હતી.