લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર, 10 જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરાયા, જુઓ વીડિયો
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ કમિટી દ્વારા ઇલેક્શન કમિટી અને ઇલેક્શન અફેર્સ કમિટી તૈયાર કરવામાં આવી છે. આ બે કમીટિની જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. આ સાથે ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસ સંગઠને નવું માળખુ જાહેર કર્યુ છે. પોલિટિકલ અફેર્સ કમિટી અને ઇલેક્શન કમિટીના નામ જાહેર કર્યા છે. ગુજરાતના 10 જિલ્લા પ્રમુખોના નામો પણ જાહેર કરવામાં આવ્યા છે. બંને કમિટીઓમાં જૂના જોગીઓને સ્થાન આપવામાં આવ્યુ છે.
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ કમિટી દ્વારા ઇલેક્શન કમિટી અને ઇલેક્શન અફેર્સ કમિટી તૈયાર કરવામાં આવી છે. આ બે કમીટિની જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. આ સાથે ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શરુઆતથી જ ચર્ચા થઇ રહી છે કે જે જુના ધારાસભ્યો છે તેમને સંગઠનમાં કયા પ્રકારનું સ્થાન આપવામાં આવશે,કારણકે 2017થી 22નો જે સમયગાળો હતો, તે દરમિયાન કોંગ્રેસના જે સભ્યો રહ્યા હતા, જેમાંથી વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીમાં મોટાભાગના ધારાસભ્યોની હાર થઇ હતી.તેમની પાસે સંગઠનમાં કોઇ જવાબદારી ન હતી.આ બાબતને ધ્યાનમાં રાખવામાં આવી છે અને 10 જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો- જામનગર વીડિયો : દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી 555 કિલો શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી ઝડપાયું
હિંમતસિંહ પટેલને અમદાવાદ જિલ્લા કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવી છે. તો લલિત વસોયાને રાજકોટ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પદની જવાબદારી સોંપાઇ છે. જયપાલસિંહ પઢિયારને વડોદરા જિલ્લા કોંગ્રેસની જવાબદારી આપવામાં આવી છે. કેટલાક પૂર્વ ધારાસભ્યો હતા તેમને જિલ્લા સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યુ છે. બાકીના તમામ પૂર્વ ધારાસભ્યોને રાજ્યની બે પોલિટિકલ અફેર્સ કમિટી અને ઇલેક્શન કમિટીમાં સ્થાન આપવામાં આવ્યુ છે.