Gujarat Premonsoon Activity: રાજ્યમાં ક્યાંક વરસાદ તો ક્યાંક ગરમીની હવામાન વિભાગની આગાહી, 48 કલાકમાં બેવડી ઋતુ માટે રહેજો તૈયાર

Gujarat Premonsoon Activity: રાજ્યમાં પ્રિમોન્સુન એક્ટિવિટીનો થયો પ્રારંભ, અને આગામી 48 કલાક દરમિયાન રાજ્યના નાગરિકો બેવડી ઋતુનો અનુભવ કરશે. રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ક્યાંક વરસાદી માહોલ જોવા મળશે તો કેટલાક વિસ્તારોમાં કારમી ગરમીને અહેસાસ થશે.

| Updated on: Apr 27, 2021 | 11:18 AM

Gujarat Premonsoon Activity: રાજ્યમાં પ્રિમોન્સુન એક્ટિવિટીનો થયો પ્રારંભ, અને આગામી 48 કલાક દરમિયાન રાજ્યના નાગરિકો બેવડી ઋતુનો અનુભવ કરશે. રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ક્યાંક વરસાદી માહોલ જોવા મળશે તો કેટલાક વિસ્તારોમાં કારમી ગરમીને અહેસાસ થશે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે છે તો બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, પોરબંદર અને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આમ મહામારી વચ્ચે હવે કુદરત પણ પરીક્ષા કરતી હોય તેવો ઘાટ સર્જાયો છે.

 

એક તરફ રાજયમાં રોગચાળાનો માહોલ છે. ત્યારે છેલ્લા બે દિવસથી રાજયનાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અને, રાજયના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. રાજયનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગરમી અને વરસાદી માહોલને કારણે લોકોમાં તાવ, શરદી અને કફ જેવા લક્ષણો જોવા મળ્યા છે. જેથી લોકોમાં કોરોનાની દહેશતમાં ઔર વધારો જોવા મળી રહ્યો છે.

અમરેલી જિલ્લામાં અનેક ઠેકાણે વરસાદ, ખેડૂતોમાં ચિંતા
અમરેલી જીલ્લાના વાતાવરણમાં સતત બીજા દિવસે પલટો જોવા મળ્યો છે. જેમાં ખાસ કરીને જિલ્લામાં ગઇકાલે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.અને, બાદમાં વરસાદીમાહોલ પણ જોવા મળ્યો હતો. ત્યારે આજે ફરી જિલ્લામાં આજે પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. જિલ્લાના ધારી શહેરમાં વાદળછાયા વાતાવરણ બાદ કમોસમી વરસાદ નોંધાયો છે. જ્યારે આવો જ કંઇક માહોલ સાવરકુંડલા પંથકમાં પણ જોવા મળ્યો છે. સાવરકુંડલાના ગ્રામ્યપંથકમાં વરસાદી ઝાપટાં પડયા હતા. ખાસ કરીને સાવરકુંડલાના હાથસણી ગામ અને આસપાસના વિસ્તારોમાં વરસાદીમાહોલ છવાયો હતો. જેથી આ વિસ્તારમાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

કયાં કેવો અને કેટલો વરસાદ પડયો ?
કાલાવડ તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ
તાલુકાના ખંઢેરા અને બાંગા ગામે કરા સાથે જોરદાર વરસાદ
એક કલાકમાં 1.50 ઈંચ જેટલો વરસાદ પડ્યો
તાલુકાના ખંઢેરા, બાંગા, બેરાજા, ખાનકોટડા અને આજુબાજુના ગામોમાં વરસાદ
વરસાદ પડવાથી ખેડૂતોના ઉનાળુ પાક તલ, મગ અને બાજરીમાં નુકસાન

મોરબી પંથકમાં વરસાદ ખાબકયો

મોરબી જિલ્લાના ટંકારા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. જેમાં જિલ્લાના હમીરપર, નેકનામ, સખપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો છે. એકતરફ કોરોનામાં શરદી, તાવ અને ઉધરસના લક્ષણો જોવા મળે છે. ત્યારે ડબલ સિઝનને લઇને સામાન્ય લોકોમાં પણ શરદી અને ઉધરસના લક્ષણો જોવા મળતા અનેક લોકોમાં ચિંતાનો માહોલ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">