Grammy Awards 2022 : જસ્ટિન બીબરના લૂકની લોકોએ ઉડાવી ખૂબ જ મજાક

'પોપ સુપરસ્ટાર'ના સમગ્ર પરફોર્મન્સ દરમિયાન, જસ્ટિન બીબરના (Justin Bieber) ચાહકોનું ધ્યાન માત્ર તેના લેધર પેન્ટ્સ પર જ હતું. વિશ્વપ્રસિદ્ધ ગાયકે તેના હિટ ગીત “પીચીસ”ના શાનદાર પર્ફોર્મન્સથી ગ્રેમી એવોર્ડસના સ્ટેજ પર ચર્ચા જગાવી હતી.

Grammy Awards 2022 : જસ્ટિન બીબરના લૂકની લોકોએ ઉડાવી ખૂબ જ મજાક
Justin Bieber (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 7:19 PM

જસ્ટિન બીબર (Justin Bieber) એ આજે વિશ્વના સૌથી લોકપ્રિય સિંગરના લિસ્ટમાં સમાવિષ્ટ છે. ‘પોપ સુપરસ્ટાર’ના (Pop Superstar) ઉપનામથી પ્રખ્યાત જસ્ટિન બીબર હંમેશા તેની ચિત્ર-વિચિત્ર ફેશન, તેની પત્ની હેઇલી બીબર, તેની એક્સ ગર્લફ્રેન્ડ સેલીના ગોમેઝ (Selena Gomez)  અને તેના અજુગતા વર્તનને કારણે પાપારાઝીઓનો ‘હોટ ફેવરિટ ટૉપિક’ રહ્યો છે. જસ્ટિન બીબર એ વાત સારી રીતે જાણે છે કે, જ્યારે પણ રેડ કાર્પેટ ઈવેન્ટ હોય, ત્યારે કેવી રીતે બધી ‘સ્પોટલાઇટ’ પોતાની તરફ વાળી રાખવી જોઈએ. જસ્ટિન બીબર તાજેતરમાં ઘણા સમય બાદ ગ્રેમી એવોર્ડસ 2022ની રેડ કાર્પેટ પર તેની પત્ની હેઇલી બીબર સાથે જોવા મળ્યો હતો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
View this post on Instagram

A post shared by Justin Bieber (@justinbieber)

અમે તમને જણાવી દઈએ કે, ગ્રેમી એવોર્ડસ 2022ના પરફોર્મન્સ દરમિયાન ચાહકોએ જસ્ટિન બીબરના લેધર પેન્ટસની ખૂબ મજાક ઉડાવી હતી.

‘પોપ સુપરસ્ટાર’ના સમગ્ર પરફોર્મન્સ દરમિયાન, જસ્ટિન બીબરના ચાહકોનું ધ્યાન માત્ર તેના લેધર પેન્ટ્સ પર જ હતું. વિશ્વપ્રસિદ્ધ ગાયકે તેના હિટ ગીત “પીચીસ”ના શાનદાર પર્ફોર્મન્સથી ગ્રેમી એવોર્ડસના સ્ટેજ પર ચર્ચા જગાવી હતી. જો કે, જસ્ટિનના વફાદાર  ચાહકોને તેની આ નવી ફેશન સ્ટાઈલ બિલકુલ પણ પસંદ આવી હોય, તેવું જણાતું નથી.

Justin Bieber Performed At Grammy Awards 2022

Justin Bieber (File Photo)

જસ્ટિન બીબરે આ પરફોર્મન્સ માટે બેઝબોલ કેપ, હૂડી સ્વેટશર્ટ અને બોટમ-ક્લિંગિંગ ફ્લેરેડ લેધર ટ્રાઉઝર પહેર્યા હતા, જેની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ હતી. જેમાં એક ચાહકે લખ્યું કે, “રોસ ગેલર લેધર પેન્ટમાં જસ્ટિન બીબર શું કરે છે?” જ્યારે બીજાએ ટ્વીટ કર્યું કે, “જસ્ટિન બીબર કે રોસ ગેલર પરફોર્મ કરી રહ્યાં છે? વિશ્વ કદાચ ક્યારેય જાણશે નહીં.” જ્યારે ત્રીજા વ્યક્તિએ લખ્યું કે, “શું તે માત્ર હું જ છું અથવા એવું લાગે છે કે જસ્ટિન બીબરે મિત્રો પાસેથી રોસની લેધર પેન્ટસ ઉધાર લીધી હતી?” ટ્વિટર પર જસ્ટિન બીબર ખૂબ જ ટ્રોલ થયો હતો.

જસ્ટિન બીબર, આ વર્ષે આઠ ગ્રેમી એવોર્ડસ માટે નામાંકિત થયા હતા, જેમાં ‘પીચીસ’ સોંગ માટે ‘રેકોર્ડ ઓફ ધ યર’ અને ‘સોંગ ઓફ ધ યર’ બંનેનો સમાવેશ થાય છે, જો કે, તેને ગ્રેમી સમારોહમાંથી ખાલી હાથે ફરવું પડ્યું હતું.

જો કે, ગ્રેમી એવોર્ડ સેરેમણીની આગલી રાતે, ‘ઘોસ્ટ’ ગીતનો ગાયક તેની પત્ની હેઇલી બાલ્ડવિન, 25 સાથે રેડ કાર્પેટ પર ચાલ્યો હતો. આ માંટે જસ્ટિન બીબરે તેની ફેમસ લૂઝ ફીટીંગ સ્ટાઇલના સ્યૂટ સાથે જોવા મળ્યો હતો. જસ્ટિને આ ફેમસ ‘બેગી’ લુક માટે ગ્રે બેલેન્સિયાગા બ્લેઝર અને ટ્રાઉઝર સાથે બેલેન્સિયગા બ્રાન્ડના ચંકી પ્લેટફોર્મ બૂટ સાથે, ગુલાબી ‘બીની’ કેપ પહેરી હતી. ‘પોપ સુપરસ્ટારે’ આ રેડ કાર્પેટ પર તેની પત્ની હેઇલી બીબરને કિસ પણ કરી હતી.

આ વર્ષે 8 ગ્રેમી નોમિનેશન મળ્યા હોવા છતાં પણ, જસ્ટિન બીબર રવિવારના ગ્રેમી એવોર્ડસમાં કોઈપણ પુરસ્કાર જીત્યા વગર ઘર વાપસી કરી હતી.

આ પણ વાંચો – મ્યુઝિક જગતનો સૌથી મોટો એવોર્ડ ‘ગ્રેમી’ આ મામલે ઓસ્કરથી પાછળ છે, જાણો શું છે બંને એવોર્ડમાં તફાવત

g clip-path="url(#clip0_868_265)">