લદ્દાખમાં હિંસક થયા Gen-Z ! સોનમ વાંગચુક ભૂખ હડતાળ પર બેઠા, જાણો કઈ માગ પર થઈ રહ્યું છે આંદોલન
લેહમાં પ્રદર્શનકારીઓ સમયાંતરે પોતાની માંગણીઓ પર ભાર મૂકવા માટે દેખાવો કરી રહ્યા છે. આ વખતે છેલ્લા 15 દિવસથી વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. બુધવારે તેઓ હિંસક બન્યા. વિદ્યાર્થીઓએ ભાજપ કાર્યાલય અને CRPF વાહનને આગ લગાવી દીધી.
લેહમાં લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા યુવાનો ઉગ્ર આંદોલન પર ઊતરી આવ્યા છે. છેલ્લા 15 દિવસથી સોનમ વાંગચુક ભૂખ હડતાળ પર બેઠા છે. તેમના સમર્થનમાં વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું ત્યારે પોલીસ સાથે ભારે ઝપાઝપી થઈ છે. પોલીસએ લાઠીચાર્જ અને ટિયરગેસના સેલ છોડ્યા હતા. જ્યારે વિદ્યાર્થીઓએ પથ્થરમારો કર્યો અને BJP ઓફિસ બહાર ઉગ્ર પ્રદર્શન જોવા મળ્યું. આંદોલન વધતાં લદ્દાખનો મુદ્દો ફરી રાષ્ટ્રીય ચર્ચામાં આવ્યો છે.
તેમની મુખ્ય માગ છે કે લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે અને કેન્દ્ર શાસિત પ્રદેશને બંધારણની છઠી અનુસૂચીમાં સામેલ કરવામાં આવે. જેથી ક્ષેત્રને જનજાતીય દરજ્જો મળી શકે છે.
CRPF વાહનને આગ લગાવી
લેહમાં પ્રદર્શનકારીઓ સમયાંતરે પોતાની માંગણીઓ પર ભાર મૂકવા માટે દેખાવો કરી રહ્યા છે. આ વખતે છેલ્લા 15 દિવસથી વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. બુધવારે તેઓ હિંસક બન્યા હતા. વિદ્યાર્થીઓએ ભાજપ કાર્યાલય અને CRPF વાહનને આગ લગાવી દીધી.
લેહમાં લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. સોનમ વાંગચુકના નેતૃત્વમાં, છેલ્લા 15 દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો બુધવારે હિંસક બન્યા. વિદ્યાર્થીઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે અથડામણ થઈ. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ CRPF વાહન અને BJP કાર્યાલયને આગ ચાંપી દીધી. વિદ્યાર્થીઓ કેન્દ્ર સરકારથી ગુસ્સે છે અને ઇચ્છે છે કે તેમની માંગણીઓ ટૂંક સમયમાં પૂર્ણ થાય.
સામાન્ય ભાષામાં ક્રાઈમને અપરાધ, ગુના તરીકે ઓળખવામાં આવે છે. રાજ્ય અથવા સત્તાધિકારી દ્વારા સજાપાત્ર ગેરકાયદેસર કૃત્યને અપરાધ ગણવામાં આવે છે. જેની કોઈ ખાસ પ્રકારની વ્યાખ્યા નથી. દેશ કે રાજ્ય દ્વારા બનાવવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે તેને પણ અપરાધ માનવામાં આવે છે. જેમાં ચોરીથી લઈને હત્યા સુધીના કૃત્યનો સમાવેશ થાય છે. ગુનો એ માત્ર અમુક વ્યક્તિ માટે જ નહીં પરંતુ સમુદાય, સમાજ અથવા રાજ્ય માટે પણ હાનિકારક કૃત્ય છે.આવા કૃત્યો કાયદા દ્વારા પ્રતિબંધિત અને સજાપાત્ર છે. ક્રાઈમના વધારે ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

