Gandhinagar :કોલવડા ખાતે Oxygen પ્લાન્ટનું ઉદઘાટન, અમિત શાહે કહ્યું અન્ય રાજ્યોની પણ મદદ મળશે

Gandhinagar : હાલ દેશ અને ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે દેશમાં Oxygenનું સંકટ સર્જાયું છે. કથળતી પરિસ્થિતિ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતના ગાંધીનગરની આયુર્વેદિક હોસ્પિટલમાં Oxygenપ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.

| Updated on: Apr 24, 2021 | 2:47 PM

Gandhinagar : હાલ દેશ અને ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે દેશમાં Oxygenનું સંકટ સર્જાયું છે. કથળતી પરિસ્થિતિ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતના ગાંધીનગરની આયુર્વેદિક હોસ્પિટલમાં Oxygenપ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગર જિલ્લાના કોલવડા ખાતે કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ ખાતે 280 PSA ઓક્સિજન પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો હતો.આ દરમિયાન તેઓ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે પણ હાજર રહ્યા હતા. અમિત શાહે આ સમયગાળા દરમિયાન અન્ય રાજ્યોમાં Oxygen પહોંચાડવાની પણ વાત કરી હતી.

 

PM કેર ફંડમાંથી અભિયાન શરૂ કરાયું

ગૃહમંત્રીએ કહ્યું કે પીએમ કેર ફંડમાંથી ઓક્સિજન આપવા માટે દેશભરમાં વિશેષ અભિયાન શરૂ કરાયું હતું, જે અંતર્ગત ગુજરાતમાં 11 નવા પીએસએ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે. ગુજરાતમાં ઉત્પન્ન થતા ઓક્સિજનનો વધારાનો જથ્થો અન્ય રાજ્યોમાં પરિવહન કરવામાં આવશે.

11 PSA Oxygen પ્લાન્ટ માટે કેન્દ્રની મંજૂરી
કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘદ્રષ્ટીના નેતૃત્વ અને આયોજન હેઠળ દેશભરમાં પી.એમ.કેર ફંડમાંથી ઓક્સિજન પૂરો પાડવા માટે એક ખાસ અભિયાન હાથ ધર્યું છે, જેના ભાગરૂપે ગુજરાતમાં નવા 11 PSA Oxygen પ્લાન્ટ સ્થાપવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે, જે ટૂંક સમયમાં કાર્યરત કરાશે અને વધારાનો ઉત્પાદિત Oxygenનો જથ્થો અન્ય રાજ્યોને પહોંચાડવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ગુજરાત ઉદ્યોગિક રાજ્ય છે, ત્યારે ઓક્સિજનનું પણ વધુ ઉત્પાદન થઈ રહ્યું છે, જે અન્ય લોકોને મદદરૂપ થશે.

દર મિનિટે 280 લિટર Oxygen દર્દીઓને મળશે
Oxygen પ્લાન્ટનો શુભારંભ કરાવ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઉમેર્યું હતું કે કોલવડા ખાતે આજે 66 દર્દી સારવાર લઇ રહ્યા છે, જેમને આજથી ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ બનશે. દર મિનિટે 280 લિટર ઓક્સિજન દર્દીઓને મળશે. એટલું જ નહીં, આકસ્મિક સમય માટે Oxygen-સિલિન્ડર પણ અહીં ઉપલબ્ધ કરાશે, જેનાથી દર્દીઓને કોઈ તકલીફ પડે નહીં.

1200 બેડની હોસ્પિટલ કાર્યરત બનશે
ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ટાટા સન્સ અને ડીઆરડીઓના સહયોગથી 1200 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ ટૂંક સમયમાં કાર્યરત બનશે, જેમાં 600 બેડ ICUની સુવિધા ધરાવતા હશે, જેનો લાભ પણ સત્વર નાગરિકોને મળતો થશે, આ માટેની કામગીરી પણ શરૂ કરી દેવાઇ છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">