Gandhinagar : ગુજરાતે રસીનો ઓર્ડર આપી દીધો છે, પંદર દિવસમાં રાજયને વેક્સિનનો જથ્થો મળી જશે : CM

Gandhinagar : પહેલી મેથી આવનારા 15 દિવસોમાં રાજ્યને રસીનો પૂરતો જથ્થો મળી જશે. અને જથ્થો વહેલીતકે રાજ્ય સરકારને મળે તે માટે યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનો દાવો રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યો છે.

| Updated on: Apr 29, 2021 | 7:16 PM

Gandhinagar : પહેલી મેથી આવનારા 15 દિવસોમાં રાજ્યને રસીનો પૂરતો જથ્થો મળી જશે. અને જથ્થો વહેલીતકે રાજ્ય સરકારને મળે તે માટે યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનો દાવો રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યો છે. મહત્વપૂર્ણ છે કે રાજ્ય સહિત દેશમાં પહેલી મેથી રસીકરણ મહાઅભિયાનનો ચોથો તબક્કો શરૂ થઇ રહ્યો છે. અને 18 વર્ષથી મોટી ઉંમરના તમામને રસી આપવાની સરકારે જાહેરાત કરી છે. ત્યારે વિજય રૂપાણીએ નાગરિકોને અપીલ કરી કે જે લોકોએ રસી માટે નોંધણી કરાવી છે તેઓને રસી અવશ્ય મળશે. જોકે તેઓએ આ કામગીરીમાં થોડો વિલંબ થાય તો નાગરિકોને ધીરજ રાખવાની પણ અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે કો-વેક્સીન અને કોવિશિલ્ડ રસીના ડોઝ તૈયાર કરાવ્યા છે.

CM રૂપાણીએ રાજ્યના 18 થી વધુની વયના સૌ કોઈને આગામી 1 મે પછી તબક્કાવાર શરૂ થનારા કોરોના રસીકરણ અભિયાનમાં અવશ્ય રસીકરણ કરાવી લેવા અપીલ કરી છે. Social media પ્લેટફોર્મ પર લાઈવ સંબોધનમાં રૂપાણીએ કહ્યું કે, ગુજરાતે અઢી કરોડ વેક્સિનનો ઓર્ડર આપી દીધો છે. જો કે વેક્સિનેશનનો પ્રારંભ 1લી મેના બદલે 15 દિવસ લાગી જશે તેમ પણ ઉમેર્યું હતું.

ગુજરાત Vaccinationમાં અગ્રેસર
રૂપાણી કહ્યું કે, જે રીતે ગુજરાત Vaccinationના અગાઉના તબક્કાઓમાં દેશમાં અગ્રેસર રહ્યું છે, તેજ રીતે આ Vaccination અભિયાનમાં પણ ઉત્સાહપૂર્વક જોડાઈને દેશના ટોપ રાજયમાં સ્થાન મેળવવાનો આપણો સંકલ્પ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્યકર્મચારીઓ,ફ્રંટલાઈન વર્કર તેમજ 45 થી વધુની વયના નાગરિકો મળીને 1 કરોડ 20 લાખ લોકોનું Vaccination પૂર્ણ થયું છે. આમાં 95.64 લાખ લોકોને પ્રથમ ડોઝ અને 21.93 લાખ લોકોને બીજો ડોઝ પણ અપાઈ ગયો છે.

હાલમાં 18 વર્ષથી વધુના લોકોનું Registration ચાલી રહ્યું છે
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, દેશભરમાં હવે 18થી વધુની વયના લોકો માટે 1લી મે પછી કોરોના રસીકરણનો જે તબક્કો શરુ થવાનો છે, તેમાં જે લોકો સરકારી રસીકરણ કેન્દ્ર પર રસી લેવા આવે તેમને વિના મૂલ્યે રસી અપાશે. 28 એપ્રિલથી આ રસીકરણ માટે ઓન લાઇન Registration માટેની જે પ્રક્રિયા શરુ થઇ તેમાં પણ રાજ્યના 18 થી વધુ વયના લોકોએ ખૂબ જ ઉત્સાહ સાથે મોટા પ્રમાણમાં Registration શરુ કરાવ્યું છે

સિરમ અને ભારત બાયોટેકને ઓર્ડર આપ્યા
રાજ્ય સરકારે અગાઉ આ Vaccination માટે જે દોઢ કરોડ રસીના ડોઝનો ઓર્ડર આપેલો તેમાં હવે વધુ 1 કરોડનો વધારો કર્યા છે. આ હેતુસર પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટની Covishield વેક્સિનના 2 કરોડ ડોઝ અને હૈદરાબાદની ભારત બાયોટેકની Covexinના 50 લાખ ડોઝ રાજ્ય સરકાર મેળવશે.

Follow Us:
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">