AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: એક નાનકડી ગરોળીને બહાર કાઢવા પતિ-પત્ની આખુ ઘર માથે લીધું, જુઓ Viral Video

Funny Video: એક નાનકડી ગરોળીને બહાર કાઢવા પતિ-પત્ની આખુ ઘર માથે લીધું, જુઓ Viral Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2023 | 6:11 PM
Share

Viral Video : સોશિયલ મીડિયામાં આજકાલ કપલ્સના વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયોમાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ઘરમાં એક ગરોળી ઘુસી ગયા પછી પતિ અને પત્ની સાથે મળીને જે ઉહાપો મચાવે છે તે આ વીડિયોમાં જોઇ શકાય છે.

Funny Video : આજકાલ સોશિયલ મીડિયામાં ઘણા ફની વીડિયોઝ વાયરલ થતા હોય છે. જેમાં કેટલાક કપલ્સના વીડિયો પણ ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં પતિ-પત્ની બંને એક ગરોળીને ઘરમાંથી બહાર કાઢવા માટે જે મથામણ કરે છે તે જોવા મળે છે. એક નાનકડી ગરોળીને ઘરની બહાર કાઢવા માટે પતિ અને પત્ની જે મથામણ કરે છે તે આ વીડિયોમાં જોઇ શકાય છે. આ વીડિયો જોઇને યુઝર્સ પોતાની જાતને હસવાથી રોકી શકતા નથી. આ વીડિયો સોશિયલ મીડિયામાં યુઝર્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં આજકાલ કપલ્સના વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયોમાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ઘરમાં એક ગરોળી ઘુસી ગયા પછી પતિ અને પત્ની સાથે મળીને જે ઉહાપો મચાવે છે તે આ વીડિયોમાં જોઇ શકાય છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે ઘરમાં એક તસવીરની પાછળ ગરોળી છુપાઇ ગઇ છે. જેને બહાર કાઢવા માટે પત્ની પતિને આદેશ કરે છે. જે પછી પતિ હાથમાં સાવરણી પકડીને કામે લાગી જાય છે. જો કે હજુ તો પતિ ગરોળીને બહાર કાઢવા કઇ કરે તે પહેલા જ પત્ની બુમો પાડવા લાગે છે. જેનાથી પતિ ડરી જાય છે.

થોડી વાર પછી પતિ ફરીથી ગરોળીને તસવીર પાછળથી બહાર કાઢવા પ્રયત્ન કરે છે, જો કે આ વખતે ગરોળી એ તસવીર પાછળથી નીકળીને ઘરના જ બીજા સ્થળે છુપાઇ જાય છે. જે પછી પતિ અને પત્ની નિરાશ થઇ જાય છે. જો કે પતિ અને પત્ની ફરી ગરોળીને બહાર કાઢવાના ઓપરેશનમાં લાગી જાય છે. અંતે ડરી ગયેલી ગરોળી જાતે જ ઘરની બહાર જતી રહે છે. જે જોઇને પતિ અને પત્ની ખુશીથી ઝુમી ઉઠે છે. આ વીડિયો જોઇને સોશિયલ મીડિયા યુઝર્સ હસવા પર કાબુ નથી મેળવી શકતા. આ વીડિયો પર લોકો સતત પોતાની પ્રતિક્રિયાઓ નોંધાવી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">