TV9 Exclusive: “કૃષ્ણની નગરી મથુરામાં શૂટિંગ કરતી વખતે કંઈક થયું એવું કે…” જાણો શું થયું પ્રતિક ગાંધી સાથે !
પ્રતીક ગાંધીએ (Pratik Gandhi) વાતચીતમાં કહ્યું કે આ પહેલા તેને સ્ક્રીન પર આવું કોઈ પાત્ર કર્યું નથી. આ એક એવી લવ સ્ટોરી છે જેમાં ભૂત પણ જોવા મળશે. પ્રતીક ગાંધી સિવાય ફિલ્મમાં જેકી શ્રોફ, શર્મિન સહગલ અને દિવિના ઠાકુર પણ લીડ રોલમાં જોવા મળશે.
TV9 EXCLUSIVE : ‘અતિથિ ભૂતો ભવ’ (Atithi Bhooto Bhava) ફિલ્મ 23 સપ્ટેમ્બરના રોજ ઓટીટી પ્લેટફોર્મ ઝી 5 પર સ્ટ્રીમ થઈ ગઈ છે. હિન્દી સિનેમામાં ‘પ્રેમની તાકાત’ દર્શાવતી ઘણી ફિલ્મો છે, પરંતુ આ ફિલ્મ લવ સ્ટોરીના એંગલને ભૂતિયા અંદાજમાં રજૂ કરવાની કોશિશ કરી છે. હાર્દિક ગજ્જર દ્વારા નિર્દેશિત આ એક હોરર કોમેડી ફિલ્મ છે, જેની વાર્તા અન્ય હિન્દી ફિલ્મો કરતા ઘણી અલગ અને રસપ્રદ છે. પ્રતિક (Pratik Gandhi) ફિલ્મમાં શ્રીકાંત શિરોડકર નામનું પાત્ર ભજવી રહ્યો છે. ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો, ફિલ્મમાં પ્રતિક ઉર્ફે શ્રીકાંત એક ભૂતને મળે છે જે દાવો કરે છે કે તે પાછલા જન્મમાં શ્રીકાંતનો પૌત્ર હતો. પ્રતીક ગાંધી સિવાય ફિલ્મમાં જેકી શ્રોફ, શર્મિન સહગલ અને દિવિના ઠાકુર પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ અતિથિ ભૂતો ભવના એક્ટર અને પ્રતિક ગાંધી અને નિર્દેશક હાર્દિક ગજ્જરે TV9 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી હતી.
પ્રતીક ગાંધી આ ફિલ્મમાં એક અલગ જ અંદાજમાં જોવા મળશે
પ્રતીક ગાંધીએ વાતચીતમાં કહ્યું કે આ પહેલા તેને સ્ક્રીન પર આવું કોઈ પાત્ર કર્યું નથી. આ એક એવી લવ સ્ટોરી છે જેમાં ભૂત પણ જોવા મળશે. આપણે અતિથિ દેવો ભવ તો સાંભળ્યું જ હશે, પરંતુ જ્યારે એક ભૂત અતિથિ બનીને આવે છે ત્યારે તેને ‘અતિથિ ભૂતો ભવ’ કહેવામાં આવે છે. આ ફિલ્મમાં એક ક્યૂટ ભૂત છે. આવું ભૂત લાઈફમાં કોઈએ ક્યારેય જોયું નહી હોય અને વિચાર્યું પણ નહીં હોય.
‘અતિથી ભૂતો ભવ’ નામ કેમ રાખવામાં આવ્યું ?
અતિથિ ભૂતો ભવના નિર્દેશક હાર્દિક ગજ્જરે કહ્યું કે સ્ટોરી લખતાં જ નક્કી થઈ ગયું હતું કે આપણા ત્યાં અતિથિ દેવો ભવનું કલ્ચર છે, દરેક ભૂત ખરાબ નથી હોતાં, કેટલાક ભૂત તમારી લાઈફને બદલવા માટે પણ આવે છે એટલે કે એ ભૂત સારાં હોય છે. તેથી આ ફિલ્મ ‘અતિથિ ભૂતો ભવ’ રાખવામાં આવ્યું.
પ્રતિકે સંભળાવી પોતાના બાળપણની Horror Story
પ્રતિકે કહ્યું કે તેને લાઈફમાં ક્યારેય ભૂતનો અનુભવ તો નથી થયો પણ તેને બાળપણમાં મિત્રો સાથે આવી વાર્તાઓ સાંભળી છે અને તે વાર્તા સાંભળી ઘરે આવ્યા પછી લાઈટ જતી રહી તો પ્રતિકને લાગતું કે તેનું ભૂત સાથે કોઈ ક્નેક્શન છે.
કૃષ્ણની નગરી મથુરામાં થયું છે આ ફિલ્મનું શૂટિંગ
પ્રતીક ગાંધી પહેલી વાર આ ફિલ્મના શૂટિંગ માટે મથુરા ગયો હતો. આ ફિલ્મના દરમિયાન પ્રતિકે મથુરાની નાની નાની ગલીઓમાં ખૂબ જ મજા કરી હતી. મથુરામાં ફિલ્મના કલાકારોએ મન મૂકીને માણી ખાણી-પીણીની મજા છે. મથુરાની પ્રખ્યાત કચોરીની પણ પ્રતિક ગાંધીએ મજા માણી હતી.
પ્રતિક ગાંધી અને જેકી શ્રોફની ઓન સ્ક્રીન કેમિસ્ટ્રી ?
પ્રતિક ગાંધીએ જેકી શ્રોફ સાથે ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું છે. આ તેની જેકી શ્રોફ સાથે બીજી ફિલ્મ છે. જ્યારે પ્રતિકને જેકી શ્રોફ માટે રેટિંગ આપવાનું પૂછવામાં આવે છે ત્યારે પ્રતિક તેની ફિલ્મના ભૂત જેકી શ્રોફને 10 માંથી 20 રેટિંગ આપે છે કારણ કે તે ખૂબ જ પ્રેમાળ છે.
પતિ-પત્નીના સુખી જીવન માટે પ્રતિકનો Success Mantra
રીયલ લાઈફમાં પતિ-પત્નીના સુખી જીવનની વાત કરતા પ્રતિક કહે છે કે તે પોતાનો પ્રેમ પત્ની સામે વ્યક્ત કરી શકતો નથી તે તેનો જીવનભરનો ઝઘડો છે અને રહેશે. પ્રતિકને તારીખ અને કોઈ પહેલાથી નક્કી કરેલા પ્લાન યાદ રહેતા નથી તેથી તેની પત્ની સાથે ઝઘડો થાય છે. પ્રતિક હંમેશાં ઝઘડામાં હાર માની લે છે અને તેની ભૂલ હોય કે ના હોય પરંતુ પોતે જ ભૂલ સ્વીકારી લે છે.
પ્રતિક ગાંધીએ તેના પાત્ર વિશે કર્યા અનેક ખુલાસા
આ સિવાય ફિલ્મ વિશે વાત કરતા પ્રતિક ગાંધી કહે છે કે તેને થિયેટરમાં ખૂબ જ કામ કર્યું છે તેથી તેને સ્ટેન્ડ અપ કોમેડિયનનો રોલ કરવામાં ખૂબ જ સરળતા રહી. તેના કેટલાક મિત્રો સ્ટેન્ડ અપ કોમેડિયન છે તેની પાસેથી તેને પ્રેરણા મળી. પ્રતિક કહે છે સિક્સ પેક એબ્સ હોવા જરૂરી નથી, તમારી બોડીને શું યોગ્ય છે તે તમારા સિવાય કોઈ કહી શકતું નથી.
ગરબા રમવનો શોખિન છે પ્રતિક
નવરાત્રિમાં પ્રતિક ગરબા રમવા જાય છે. તે નવ દિવસમાંથી એક દિવસ તો સમય કાઢીને ગરબા રમવા જાય છે. તે સુરતમાં બાળપણમાં મિત્રો સાથે નવે-નવ દિવસ મોડી રાત સુધી ગરબાં રમવા જતો હતો. તે તેના બાળપણના મિત્રો અને સુરતને ખૂબ જ મિસ કરે છે. પ્રતિક એક તાળી, બે તાળી, ત્રણ તાળી, દોઢીયું, સાત સ્ટેપ્સ અને ચૌદ સ્ટેપ્સ બાળપણમાં મિત્રો સાથે કરતો હતો પરંતુ તેને હવે કોઈ કહે તો તેના માટે મુશ્કેલી બની જાય છે.