Navsari: નવસારીમાં મૂશળધાર વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત, રાંધણ ગેસના અનેક બાટલા પાણીના તણાયા, જુઓ Video
ભારે વરસાદના પગલે નવસારીમાં રાંધણ ગેસના બાટલા પાણીના પ્રવાહમાં તણાયા હતા. જૂનાથાણા વિસ્તારમાં આવેલી ખાનગી ગેસ એજન્સીનો આ બનાવ છે. ગેસ સિલિન્ડર તણાઈને રોડ પર આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તંત્રએ તાત્કાલિક ગેસના સિલિન્ડરને ગોડાઉનમાં મૂક્યા હતા.
નવસારીમાં (Navsari) 9 ઈંચ વરસાદના (Heavy Rain) પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. રસ્તા પર પાણી હોવાના કારણે શહેરના મુખ્ય રસ્તા બંધ કરવા પડયા હતા. પારસી હોસ્પિટલ આગળ પાણી ભરાતા દર્દીઓના સગાઓને ભારે હાલાકી પડી હતી. રસ્તા બંધ હોવાથી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા વરસતા વરસાદમાં વાહન ચાલકો પરેશાન થયા હતા.
રાંધણ ગેસના બાટલા પાણીના પ્રવાહમાં તણાયા
ભારે વરસાદના પગલે નવસારીમાં રાંધણ ગેસના બાટલા પાણીના પ્રવાહમાં તણાયા હતા. જૂનાથાણા વિસ્તારમાં આવેલી ખાનગી ગેસ એજન્સીનો આ બનાવ છે. ગેસ સિલિન્ડર તણાઈને રોડ પર આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તંત્રએ તાત્કાલિક ગેસના સિલિન્ડરને ગોડાઉનમાં મૂક્યા હતા.
આ પણ વાંચો : Navsari: નવસારીમાં ધોધમાર વરસાદ, ખેરગામમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો, જુઓ Video
નવસારી શહેરમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને ઘૂંટણસમા પાણી ભરાતા 3 કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી હતી. નવસારીમાં સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ હતી. રસ્તા પરથી કાર તણાઈને વીજપોલ સાથે અથડાઈ હતી. શહેરમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.
નવસારી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો