mythology: શુ મૃત્યુનાં દેવ યમરાજાને પણ આવે છે મોત? જાણો શિવ, સૂર્ય અને યમરાજા વચ્ચેની રોચક કથા

શું યમરાજનું પણ મૃત્યુ થઈ શકે છે? હિન્દૂ ધર્મમાં યમરાજાને મૃત્યુના દેવતા માનવામાં આવે છે. જો યમરાજ સ્વયં મૃત્યુના દેવ છે તો તેમનું મૃત્યું કેવી રીતે શકય છે? આ વાત હાસ્યાસ્પદ લાગશે, પરંતુ વેદ અને પુરાણમાં તેમના મૃત્યુની એક કથા કહેવામાં આવી છે.

Hasmukh Ramani
| Edited By: | Updated on: Jan 23, 2021 | 10:57 AM

mythology : શું યમરાજનું પણ મૃત્યુ થઈ શકે છે? હિન્દૂ ધર્મમાં યમરાજાને મૃત્યુના દેવતા માનવામાં આવે છે. જો યમરાજ સ્વયં મૃત્યુના દેવ છે તો તેમનું મૃત્યું કેવી રીતે શકય છે? આ વાત હાસ્યાસ્પદ લાગશે, પરંતુ વેદ અને પુરાણમાં તેમના મૃત્યુની એક કથા કહેવામાં આવી છે.

આ કથા પહેલા યમરાજ વિશે થોડું જાણી લઈએ. યમરાજાની એક જોડિયા બેહન હતી જે યમુના કે યમી તરીકે ઓળખાય છે. યમરાજા ભેંસની સવારી કરે છે અને તેની પૂજા જુદા-જુદા નામોથી થાય છે. જેમકે યામ, ધર્મરાજા, મૃત્યુ, અતંક, વૈવસ્વત, કાળ વગેરે.

ઘણા સમય પહેલા શ્વેત મુનિ નામના એક ઋષિ હતા જે ભગવાન શિવના પરમ ભકત હતા અને ગોદાવરી નદીના કાંઠે તેમના આશ્રમમાં રહેતા હતા. જ્યારે શ્વેત મુનિના મૃત્યુનો સમય આવ્યો ત્યારે યમદેવે તેમના પ્રાણ હરવા માટે મૃત્યુપાશને મોકલ્યા, પરંતુ શ્વેત મુનિને તે સમયે મૃત્યુની ઈચ્છા ન હોવાથી તેમણે મહામૃત્યંજયના જાપ શરૂ કર્યા.

મૃત્યુપાશ શ્વેત મુનિના આશ્રમ પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે ભૈરવબાબા આશ્રમની રક્ષા કરી રહ્યા છે. ધર્મ અને જવાબદારીના બંધનમાં બંધાયેલા હોવાના કારણે મૃત્યુપાશે મુનિના પ્રાણ હરવાનો પ્રયત્ન કર્યો કે તરત જ ભૈરવબાબાએ પ્રહાર કરી મૃત્યુપાશને મૂર્છિત કરી દીધા. તેઓ જમીન પર પડ્યા અને તેમનું મૃત્યુ થયું. આ જોઈ યમરાજને ગુસ્સો આવ્યો અને પોતે રૂબરૂ આવી ભૈરવબાબાને મૃત્યુપાશમાં કેદ કર્યા. ત્યારબાદ શ્વેત મુનિના પ્રાણ હરવા માટે તેના પર મૃત્યુપાશનો પ્રયોગ કર્યો તો મુનિએ તેમના ઈષ્ટદેવ મહાદેવજીને યાદ કર્યા અને મહાદેવે તરત જ તેમના પુત્ર કાર્તિકેયને મુનિ પાસે મોકલ્યા.

કાર્તિકેય આશ્રમ પહોચ્યા અને યમરાજ સાથે તેમેનું ભિષણ યુદ્ધ શરૂ થયું. યમરાજ યુદ્ધમાં કાર્તિકેયની સામે લાંબો સમય લડી ના શકયા અને કાર્તિકેયના પ્રહારથી યમરાજનું મૃત્યું થયું. ભગવાન સૂર્યને જયારે યમરાજના મૃત્યુંની ખબર પડી તો તેઓ વિચલિત થઈ ગયા.

સૂર્ય નારાયણ ધ્યાનસ્થ થયા અને જોયું કે યમરાજ ભગવાન શિવની ઈચ્છા વિરૂદ્ધ જઈ શ્વેત મુનિના પ્રાણ હરવા આવ્યા હતા. આ કારણથી યમરાજને મારવા માટે ભગવાન ભોળાનાથે તેમના પુત્ર કાર્તિકેયને મોકલ્યા હતા. યમરાજ સૂર્યદેવના પુત્ર હોવાથી સૂર્યદેવ ભગવાન વિષ્ણુ પાસે આ સમસ્યાના સમાધાન માટે ગયા.

ભગવાન વિષ્ણુએ સૂર્યદેવને ભગવાન શિવની તપશ્વર્યા કરી તેને પ્રસન્ન કરવાનું સૂચન કર્યું. સૂર્યદેવે ભગવાન શિવની કઠોર તપશ્વર્યા કરી જેથી શિવજી પ્રસન્ન થયા અને સૂર્યદેવેને વરદાન માંગવાનું કહ્યું. સૂર્યદેવે કહ્યું કે હે મહાદેવ યમરાજના મૃત્યુ પછી પૃથ્વી પર ભારે અસંતુલન થયું છે તેથી પૃથ્વી પર ફરી સંતુલન જાળવવા માટે યમરાજને સજીવન કરો. ત્યારે ભગવાન શિવજીએ નંદી પાસે યમુનાનું જળ મંગાવી યમરાજના શરીર પર છાંટ્યું અને યમરાજ ફરીથી જીવત થયા.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">