Cricket: લેગ સ્ટમ્પની બહાર પડેલો બોલ ગીલ્લી ઉડાવી ગયો ! જુઓ ‘બોલ ઓફ સેન્ચ્યુરી’

શેન વોર્ન (Shane Warne) માટે આજનો દિવસ એ ખાસ દિવસોમાં થી છે કે, આજના દિવસે તેણે ખાસ બોલ ફેંક્યો હતો. માત્ર એ બોલ જ નહોતો, પરંતુ એ ગજબ બોલ પર તેણે ક્લીન બોલ્ડ વિકેટ મેળવી હતી. તે બોલને 'બોલ ઓફ ધ સેન્ચ્યુરી' (Ball of The Century)તરીકે ઓળખવામાં આવે છે.

Avnish Goswami
| Edited By: | Updated on: Jun 04, 2021 | 3:12 PM

શેન વોર્ન (Shane Warne) માટે આજનો દિવસ એ ખાસ દિવસોમાં થી છે કે, આજના દિવસે તેણે ખાસ બોલ ફેંક્યો હતો. માત્ર એ બોલ જ નહોતો, પરંતુ એ ગજબ બોલ પર તેણે ક્લીન બોલ્ડ વિકેટ મેળવી હતી. આ દિવસ અને એ વિકેટ નુ દ્શ્ય આજે પણ ક્રિકેટના ચાહકોની નજર સામે તરવરી જતુ હશે. તે બોલને ‘બોલ ઓફ ધ સેન્ચ્યુરી’ (Ball of The Century)તરીકે ઓળખવામાં આવે છે. 1993માં ઓસ્ટ્રેલીયાના મહાન સ્પીનર બોલર એ અકલ્પીય બોલ પર ક્લીન બોલ્ડ વિકેટ ઝડપી હતી.

એસિઝ સિરીઝ હેઠળ ઓસ્ટ્રેલીયા અને ઇંગ્લેંડ વચ્ચે માંચેસ્ટરમાં ટેસ્ટ મેચ રમાઇ રહી હતી. શેનવોર્ને મેચમાં ઇંગ્લેંડ ના માઇક ગેટીંગ (Mike Gatting) સામે બોલીંગ કરી હતી. પોતાની પ્રથમ જ ઓવરનો પ્રથમ બોલ લઇને શેન વોર્ન આવ્યા હતા. તેણે પ્રથમ બોલમાં જ જાદુઇ બોલીંગ વડે ગીલ્લી ઉડાવી દીધી હતી. એટલે કે ક્રિઝ પર રહેલ બેટ્સમેન માઇક કંઇ સમજે એ પહેલા જ તો તેના સ્ટંપ્સ ઉડી ચુક્યા હતા. વોર્ને નાંખેલો બોલ ના તો બેસ્ટ મેન સમજી શક્યો હતો અને અંપાયર પણ દંગ રહી ગયા હતા.

વોર્ને કમાલની બોલીંગ કરી હતી. મેદાનમાં હાજર રહેલા સૌ કોઇ બોલની કરામત થી આશ્વર્યમાં હતા. બેટ્સમેનનો ભાવ તો જાણે પોતાની સાથે છેતરપીંડી થઇ હોય એમ લાગી રહ્યો હતો. પરંતુ વોર્નની બોલીંગે સ્પિનર કળાને દિશા ચિંધી હતી. તેની બોલ પર વિકેટ ને લઇને વિકેટકીપર ઇયાન હિલીનુ રિએકશન પણ જબરદસ્ત હતુ. વોર્નના કમાલને જોઇ તે વોર્નને ચોંટી પડ્યો હતો.

જોરદાર ટર્નીંગ બોલ !

જાદૂઇ બોલ લેગ સ્ટંપની બહાર ટપ્પો પડ્યો હતો. માઇક ગેટીંગ એ તેને રક્ષાત્મક રીતે રમવાનો પ્રયાસ કર્યો હતો. તે પણ એ અંદાજમાં કે લેગ સ્ટંપ ની બહાર પડેલો બોલ તેના બેટ પર પણ આવશે નહી. ચોક્કસ માઇક સાચા હતા, બોલ તેમના બેટ પર આવ્યો નહી એમ લેગ સ્ટંપની બહાર ટપ્પો પડીને નિકળ્યો હતો. જોકે બોલ બેટ અને લેગ પેડ બંને ને ચકમો આપી સીધો જ સ્ટંપમાં જઇને ટકરાયો. શરુઆતમાં તો ના તો ઓસ્ટ્રેલીયન ક્રિકેટરોને બોલ્ડ હોવાનો અંદાજ રહ્યો કે, ના ખુદ માઇક ને.

મેચમાં ઓસ્ટ્રેલીયા વતી એક માત્ર સ્પિનર વોર્ન હતા

ઓસ્ટ્રેલીયાએ આ મેચને 179 રન થી જીતી લીધી હતી. આ બોલને પાછળથી બોલ ઓફ ધ સેન્ચ્યુરી તરીકે ઓળખવામાં આવ્યો હતો. ઓલ્ડ ટ્રેફર્ડ ની પિચ પર સામાન્ય રીતે, સ્પિનરોને મદદ મળતી હોય છે. એવામાં ઇંગ્લેંડ એ 2 સ્પિનરો ને સમાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલીયા એ એક માત્ર શેન વોર્નને સમાવ્યા હતા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">