Corona Warriors માટે ખાસ ડિઝાઇન કરાઈ વેન્ટિલેશનવાળી “કૂલ પીપીઈ કિટ”, તબીબોને રહેશે રાહત

Corona Warriors: એમ કહેવાય કે જરૂરિયાત એ શોધની માતા છે. બિલકુલ એજ રીતે કોરોનાનાં કપરા સમયમાં અનેકવિધ એવી શોધ થઈ છે કે જેને સાંભળીને જોઈને ગર્વની લાગણી થઈ જાય.

Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: May 24, 2021 | 2:12 PM

Corona Warriors: એમ કહેવાય કે જરૂરિયાત એ શોધની માતા છે. બિલકુલ એજ રીતે કોરોનાનાં કપરા સમયમાં અનેકવિધ એવી શોધ થઈ છે કે જેને સાંભળીને જોઈને ગર્વની લાગણી થઈ જાય. આવી જ એક શોધની વાત કરીએ તો

મુંબઇના કે.જે. સોમૈયા કોલેજ ઓફ એન્જિનિયરિંગના બીજા વર્ષના વિદ્યાર્થી નિહાલસિંહ આદર્શે કરી છે.

આ વિદ્યાર્થીએ  પી.પી.ઇ કીટ વેરેબલ વેન્ટિલેશન સિસ્ટમ વિકસાવી છે. તેણે આનુ નામ કોવ-ટેક વેન્ટિલેશન સિસ્ટમ (Cov-Tech Ventilation System) રાખ્યું છે જે લિથિયમ આયર્ન બેટરી સાથે આવે છે જે 6 થી 8 કલાક સુધી ચાલે છે.

કોરોના યુગમાં Frontline warriors તરીકે કામ કરતા ડોકટરોને PPE Kit પહેરીને હોસ્પિટલમાં 12-12 કલાક કામ કરવું પડે છે, ત્યારે આ ડોકટરોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.સૌથી મોટી સમસ્યા પરસેવાની.

12 કલાક સુધી આ kit પહેરવાથી આખા શરીરમાં પરસેવો થવાને કારણે તેઓને ખુબજ suffocation થાય છે. પણ હવે આ સમસ્યાનો ઉપાય શોધી કાઢ્યો છે 19 વર્ષના એક વિદ્યાર્થીએ. મહારાષ્ટ્રના પુણેથી આવેલા ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગના 19 વર્ષના વિદ્યાર્થી નિહાલસિંહ આદર્શે આ PPE Kit પહેરવાથી થતા પરસેવાના પર કાબુ મેળવવા એક કોવ-ટેક વેન્ટિલેટર સિસ્ટમ વિકસાવી છે. તેમનો દાવો છે કે આ સિસ્ટમ દ્વારા પીપીઈ કીટ પહેરીને કામ કરતી વખતે પરસેવો નહીં આવે.

ટીવી9 સાથે વાત કરતા નિહાલે કહ્યું કે કોવ-ટેક વેન્ટિલેશન સિસ્ટમથી શરીરને સતત proper ventilation મળી રહે છે જેથી પરસેવો બિલ્કુલ નથી થતો.  તે આજુબાજુની હવા લે છે, તેને ફિલ્ટર કરે છે અને તેને PPE પોશાકોમાં ધકેલે છે. સામાન્ય રીતે, વેન્ટિલેશનના અભાવને કારણે, PPE kit ગરમ અને ભેજવાળી હોય છે.

નિહાલ મૂળ પૂણેનો રહેવાસી છે અને મુંબઈની K.J. Somaiya college માં second year નો student છે. નિહાલની માતા એક ડોક્ટર હોવાને કારણે નિહાલ મેડિકલ સ્ટાફને પીપીએ કિટના જોખમો અને પરસેવાના કારણે ફંગલ રોગોના જોખમોથી વાકેફ હતો.

તેના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વખતે, નિહાલ કોવિડ સાથે સંબંધિત એક પ્રોજેક્ટ કરવા માંગતો હતો. જ્યારે તેને ખબર પડી કે કોવિડમાં કામ કરતી વખતે તેની માતાને PPE Kit ને કારણે કેટલી પરેશાન થાય છે, ત્યારે આ માહિતીના આધારે, નિહાલે અભ્યાસ કર્યો અને તેનો ઉપાય શોધી કાઢ્યો.

તેણે શરૂઆતમાં વેન્ટિલેટરની વિભાવના અને તેની આકૃતિ કાગળ પર બનાવી. ત્યારબાદ તેણે કોલેજના મિત્રોની મદદથી વેન્ટિલેટર સિસ્ટમ kit બનાવવાનું શરૂ કર્યું. અને નિહાલનું માનવું છે કે તેનો આ પ્રયોગ સફળ રહ્યો અને આનાથી હવે ડોક્ટરોને પીપીઇ કીટના ઉપયોગથી પહેલા જેવી પરેશાની નહીં થાય.

Follow Us:
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">