બકરી ઈદ પર મુસ્લિમ કોંગ્રેસી નેતાએ ગાયને કાપવાની એક્સ પર મુકી પોસ્ટ, ટ્રોલ થતા પોસ્ટ ડિલીટ કરી માફી માગી- Video
મુસ્લિમોના તહેવાર બકરી ઈદ પર મહિલા કોંગ્રેસી નેતા અને વ્યવસાયે એડવોકેટ આરફા ખાનમે બકરી ઈદ નિમીતે એક્સ પર એક ફોટો મુકી તમામ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છા આપતી પોસ્ટ કરી. હવે આ ફોટો એવો મુકવામાં આવ્યો હતો જેનાથી કરોડો મુસ્લિમોની ભાવનાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ થયો. બાદમાં ભારે ટ્રોલિંગ થતા આરફા ખાનમે પોસ્ટ ડિલીટ કરી અને માફી માગતો વીડિયો પોસ્ટ કર્યો હતો.

ઈદ ઉલ અજહા એટલે કે બકરી ઈદ નિમીત્તે મુસ્લિમોમાં બકરીને કાપવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે. પરંતુ આમાં પણ એક મહિલા કોંગ્રેસી મુસ્લિમ નેતાએ હિંદુ-મુસ્લિમ કરવાની કોશિષ કરી. વાત એમ છે કે આરફા ખાનમ નામની મહિલા કોંગ્રેસી નેતાએ સવાર ઈદ ઉલ અજહાની શુભેચ્છા આપતી એક્સ પર પોસ્ટ કરી. આ પોસ્ટમાં જે ફોટો મુક્યો તેમા એક મુસ્લિમ બાળક દોરડાથી બાંધેલી ગાયને લઈને જઈ રહ્યો છે તેવી એનિમેટેડ તસ્વીર પોસ્ટ કરવામાં આવી છે. હવે બકરી ઈદ પર જ્યાં બકરીને કાપવાની હોય ત્યાં ગાયને મુસ્લિમ બાળક શા માટે લઈ જતો હોય તે સમજી શકાય તેવી બાબત છે.
જુઓ વીડિયો
હિંદુઓમાં ગાય અત્યંત પૂજનિય પ્રાણી ગણાય છે અને કરોડો હિંદુઓની આસ્થા તેની સાથે જોડાયેલી છે ત્યારે આરફા ખાનમ નામની આ મહિલા એડવોકેટ મુસ્લિમ નેતાએ આ પ્રકારની તસવીર બકરી ઈદ પર પોસ્ટ કરીને કરોડો હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો. આ તસ્વીર એક્સ પર પોસ્ટ થયા બાદ મહિલાને ભારે ટ્રોલ કરવામાં આવી. જે બાદ તેમણે એ ગાયને કાપવા માટે મુસ્લિમ બાળક લઈને જઈ રહ્યો હોય તેવી તસવીર તેના એક્સ હેન્ડલ પરથી ડિલીટ કરી નાખી અને પોતાનો એક વીડિયો શેર કર્યો. જેમા મહિલા માફી માગી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે તેમનો ઈરાદો હિંદુઓની લાગણીને ઠેંસ પહોંચાડવાનો બિલકુલ ન હતો. પરંતુ તેમની સોશિયલ મીડિયા ટીમ દ્વારા આ પોસ્ટ ભૂલમાં કરી દેવાઈ હતી. જેના માટે તેઓ માફી માગે છે. વધુમાં તેમણે જણાવ્યુ કે તેઓ આપસી ભાઈચારામાં અને હિંદુ-મુસ્લિમ સૌહાર્દમાં માને છે અને આથી જ તેમને જાણ થતા જ તેમણે પોસ્ટ ડિલીટ કરી નાખી છે.
જો કે અહીં સવાલ એ પણ છે કે કોંગ્રેસ પર હંમેશા મુસ્લિમ તુષ્ટીકરણ કરવાનો આરોપ લાગતો રહ્યો છે અને તેમા તેમના નેતાઓ આ પ્રકારીની પોસ્ટ કરીને આવા આરોપોને બળ આપતા હોય છે ત્યારે સવાલ એ પણ છે કે કેમ હંમેશા કોંગ્રેસના નેતાએ જ આ પ્રકારની પોસ્ટ કરે છે. આરફા ખાનમે માફી માગી લીધી પોસ્ટ ડિલીટ કરી નાખી. પરંતુ આવી પોસ્ટ થઈ જ કેમ એ પણ બકરી ઈદના દિવસે જ. એ પણ મોટો સવાલ છે. હિંદુ મુસ્લિમ એક્તાની વાત કરતા આરફા ખાનમની પોસ્ટની ટાઈમિંગ જ બતાવે છે કે મુસ્લિમો માટે અને હિંદુઓ માટે શું વિચારધારા લઈને કોંગ્રેસી નેતાઓ ચાલી રહ્યા છે.