Breaking News : વિધાનસભા ચૂંટણી પરિણામો વચ્ચે ‘જય શ્રી રામ’ બોલવા પર પશ્ચિમ બંગાળમાં તોડફોડ-બાબલ, જુઓ વીડિયો
ચૂંટણી પરિણામોના દિવસે આવી ઘટનાઓ ચિંતાજનક માનવામાં આવે છે. પશ્ચિમ બંગાળ રાજ્યમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વહીવટીતંત્ર સતત નજર રાખી રહ્યું છે. હિંસા અને તોફાન થવાની દહેશતથી કેન્દ્રીય ચૂંટણી પંચે, વિજયી ઉમેદવારોને વિજય સરઘસ કાઢવા સામે પ્રતિબંધ ફરમાવ્યો છે.
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામોની જાહેરાત વચ્ચે આજે કેટલાક વિસ્તારોમાં તણાવનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને જ્યા ટીએમસી હારી છે એ વિસ્તારોમાં, “જયશ્રી રામ”ના નારા લગાવવાના મુદ્દે રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે અથડામણ અને બબાલના બનાવો સામે આવ્યા છે.
મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ, પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થવા લાગ્યા ત્યારથી જ વિવિધ રાજકીય પક્ષોના સમર્થકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં “જયશ્રી રામ”ના નારા લગાવવામાં આવ્યા હતા, જેને લઈને વિરોધ પક્ષના કાર્યકરો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. થોડાક સમયમાં જ વાત એટલી વકરી ગઈ કે, કેટલીક જગ્યાએ મારામારી અને તોડફોડ જેવા બનાવો પણ બન્યા હોવાના અહેવાલો છે.
સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા. કેટલાક વિસ્તારોમાં વધારાની પોલીસ તહેનાત કરવામાં આવી છે. જેથી વધુ તણાવ ફેલાય નહીં.
રાજકીય નેતાઓએ આ ઘટનાને લઈને એકબીજા પર આરોપો લગાવ્યા છે. એક તરફ કેટલાક નેતાઓએ આરોપ મૂક્યો છે કે, ઇરાદાપૂર્વક ઉશ્કેરણીજનક નારા લગાવવામાં આવી રહ્યાં છે, જ્યારે બીજી તરફ કહેવામાં આવી રહ્યું છે કે લોકશાહી પ્રક્રિયામાં આનંદ વ્યક્ત કરવો એ કોઈ ગુનો નથી.
ચૂંટણી પરિણામોના દિવસે આવી ઘટનાઓ ચિંતાજનક માનવામાં આવે છે. પશ્ચિમ બંગાળ રાજ્યમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વહીવટીતંત્ર સતત નજર રાખી રહ્યું છે. હિંસા અને તોફાન થવાની દહેશતથી કેન્દ્રીય ચૂંટણી પંચે, વિજયી ઉમેદવારોને વિજય સરઘસ કાઢવા સામે પ્રતિબંધ ફરમાવ્યો છે.
પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી પરિણામોને લઈને તમામ સમાચાર જાણવા માટે તમે અંહી ક્લિક કરો.