Breaking News : રાજકોટ એરપોર્ટ પરથી અંદાજિત 10 કરોડની કિંમતનો ચાંદીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો, જુઓ Video

| Edited By: | Updated on: May 17, 2026 | 12:50 PM

સેન્ટ્રલ આઇબીએ બાતમીના આધારે રાજકોટ એરપોર્ટ પરથી અંદાજિત 10 કરોડની કિંમતનો ચાંદીનો શંકાસ્પદ જથ્થો ઝડપ્યો હતો. સુત્ર મુજબ સમગ્ર મામલે તપાસ ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી રહી છે,

એરપોર્ટ પરથી ગાંજો અને સોનું ઝડપાયાના સમાચાર તો તમે સાંભળ્યા હશે. પરંતુ રાજકોટના એરપોર્ટ પરથી તો મોટી માત્રામાં ચાંદીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે.
રાજકોટ ઇન્ટરનેશનલ હિરાસર એરપોર્ટ પરથી ચાંદીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે.અંદાજિત 10 કરોડની કિંમતનો 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો શનિવારના રોજ ઝડપાયો હતો. સેન્ટ્રલ આઇબીને બાતમી મળી હતી.સુત્રના જણાવ્યા અનુસાર સેન્ટ્રલ આઈબી દ્વારા સમગ્ર મામલે ગુજરાત એટીએસને જાણ કરવામાં આવી હતી.સંયુક્ત ઓપરેશનમાં 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો કબજે કરવામાં આવ્યો છે.

ચાંદીનો શંકાસ્પદ જથ્થો

સમગ્ર મામલે સીજીએસટી તેમજ ઇન્કમટેક્સ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી શકે છે. ચાંદીનો શંકાસ્પદ જથ્થો શનિવારના રોજ મુંબઈથી રાજકોટ આવી રહેલી એર ઇન્ડિયાના ફ્લાઈટમાં આવ્યો હતો.કાર્ગોમાં આવેલા સામાનની તપાસ દરમિયાન ખુલાસો થયો છે. સુત્ર મુજબ સમગ્ર મામલે તપાસ ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી રહી હોવાની માહિતી છે,

એટીએસએ આગળની તપાસ હાથ ધરી

ચાંદીનો શંકાસ્પદ જથ્થો વારાણસીની પેઢી દ્વારા રાજકોટની પેઢીને મોકલવામાં આવ્યો હતો. ઝડપાયેલ ચાંદીના જથ્થ મામલે પેઢીનું બિલ, મોકલનાર કોણ? તે સહિતની બાબતો અંગે તપાસ કરવામાં આવી રહી છે. ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને એટીએસને સોંપવામાં આવ્યા છે.ચાંદીના જથ્થાના બિલ મામલે સમગ્ર મામલે સેન્ટ્રલ આઈબી તેમજ ગુજરાતી એટીએસ દ્વારા હજુ સુધી ઓફિશિયલ માહિતી આપવામાં આવી નથી.

 

 

રાજકોટ શહેરની સ્થાપના ઠાકોરજી વિભજી દ્વારા 1610 ના વર્ષમાં કરવામાં આવી હતી અને તેમણે લગભગ 282 ચોરસ માઇલ વિસ્તાર ઉપર શાસન કર્યું હતું. અહી ક્લિક કરો

Published on: May 17, 2026 12:47 PM
Follow Us