Breaking News : આજથી રાજ્યમાં ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે, જુઓ Video

| Edited By: | Updated on: Jul 09, 2026 | 11:32 AM

એક સપ્તાહની વરસાદની રમઝટ બાદ હવે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. ગુજરાતમાં વરસાદની ધમાકેદાર રમઝટ બાદ કચ્છના 5 અને દ્વારકાના 2 તાલુકા વરસાદ વગરના રહ્યા છે.

ગુજરાતમાં અનેક જગ્યાએ પડેલા ભારે વરસાદના કારણે નદી નાળા છલકાઈ ગયા છે. સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી હતી. ત્યારે હવે આજથી રાજ્યમાં ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે. આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડમાં હળવા વરસાદી ઝાપટાની શક્યતા છે. મેઘાની રમઝટ છતાં કચ્છના 5 અને દ્વારકાના 2 તાલુકા કોરાધાકોર રહ્યા છે. રાજ્યના 425 રસ્તા હજુ પણ વાહનવ્યવહાર માટે બંધ હાલતમાં છે.

આજથી વરસાદનું જોર ઘટી જશે. રાજ્યમાં અત્યાર સુધીનો 6 ટકા ઓછો વરસાદ પડ્યો છે.સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યાર સુધીનો સરેરાશ 18 ટકા ઓછો વરસાદ પડ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતા અત્યાર સુધીમાં 5 ટકા વધુ વરસાદ ખાબક્યો છે. કચ્છ અને દ્વારકાના ખેડૂતો વાવણી માટે વરસાદની રાહ જોઈને બેઠા છે.

રથયાત્રાના દિવસે છૂટાછવાયા વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદી આગાહી કરી છે. જેમાં કેટલીક જગ્યાએ હળવાથી ભારે વરસાદની સંભાવના છે.13-14 જુલાઈએ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની શક્યતા છે. નવી સિસ્ટમની અસરથી ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે. રથયાત્રાના દિવસે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં સિસ્ટમની અસર વધુ રહેવાની શક્યતા છે.

 

Breaking News : નવસારીમાં આકાશી આફત, પુણા નદી ભયજનક સપાટીથી ઉપર, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us