Breaking news : BJPની પાર્લામેન્ટ્રી બોર્ડ બેઠકમાં મોટો નિર્ણય ! 60 વર્ષથી વધુ અને 3 ટર્મ વાળાને નહીં મળે ટિકિટ, જુઓ Video

| Edited By: | Updated on: Apr 07, 2026 | 2:39 PM

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. BJP દ્વારા આજથી પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક શરૂ થઈ છે. જેમાં ઉમેદવારોની પસંદગી માટે મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. BJP દ્વારા આજથી પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક શરૂ થઈ છે. જેમાં ઉમેદવારોની પસંદગી માટે મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પાર્ટીએ ટિકિટ વિતરણ માટે કડક માપદંડો નક્કી કર્યા છે. હવે 60 વર્ષથી વધુ વય ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપવામાં નહીં આવે. સાથે જ જેમણે સતત ત્રણ ટર્મ પૂર્ણ કર્યા છે તેમને પણ આ વખતે તક આપવામાં નહીં આવે.

બીજા સભ્યને ટિકિટ આપવામાં નહીં આવે તેવી શક્યતા

પાર્ટી દ્વારા પરિવારવાદને રોકવા માટે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જો પરિવારમાં કોઈ સભ્યને અગાઉ ટિકિટ આપવામાં આવી હોય, તો તે પરિવારના બીજા સભ્યને ટિકિટ આપવામાં નહીં આવે તેવી શક્યતા છે.

આ ઉપરાંત પહેલા લેવામાં આવેલા નિર્ણયમાં ફેરફાર કરીને હવે પક્ષના હોદ્દેદારોને ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી છે. અગાઉ હોદ્દેદારોને ટિકિટ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઉમેદવારોના નામો પર અંતિમ ચર્ચા થશે

આજ અને આવતીકાલે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોના નામોને લઈને મંથન કરવામાં આવશે. જ્યારે 9 એપ્રિલે મનપા ચૂંટણી માટે ઉમેદવારોના નામો પર અંતિમ ચર્ચા થશે.

આ નિર્ણયો બાદ સ્પષ્ટ થાય છે કે પાર્ટી નવી ચહેરાઓને તક આપવા અને સંગઠનને મજબૂત બનાવવા દિશામાં આગળ વધી રહી છે.

Breaking News : ‘પાકિસ્તાન’ ની એન્ટ્રી અમદાવાદની ચૂંટણીમાં, ભાજપ-કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર, જુઓ Video

Published on: Apr 07, 2026 02:38 PM
Follow Us